છલનાયક - નીલેશ રૂપાપરા
Chhalnayak (Gujarati Navalkatha) By Nilesh Rupapara
અનોખા આવિષ્કારમાં અટવાયેલી જિંદગીનું પ્રશ્નોપનિષદ ફાંસીની સજા પામેલો કેદી અંકિત ન્યુરોસાયન્ટિસ્ટ ડોક્ટર ઝવેરીના પ્રયોગો માટે દેહદાન કરે છે.ઝવેરી પોતાના મૃત દીકરા પલાશની મેમરી અંકિતના મગજમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે.અંકિતના શરીરમાં પલાશ સજીવન તો થાય છે,પણ તરત ઝવેરીનું અપહરણ થઇ જાય છે.
વિજ્ઞાનકથાનું કલેવર ધારણ કરીને ધસમસતી આ નવલકથા નિરૂપે છે સામાજિક કુરિવાજો સામેનું બંડ.મગજ અને શરીર વચ્ચેનો જંગ.ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ.શુભ અને અશુભ વચ્ચેનું યુદ્ધ.