બ્રહ્માંડ: એક રહસ્ય અને આધુનિક વિજ્ઞાન
ડો. સુબોધ ઝવેરી
આ પુસ્તકમાં બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્ય અંગે થયેલા સંશોધનોની યાત્રા અને એની પાછળના પરિબળોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. વિશ્વ શા માટે અસ્તિત્વ ધરાવે છે ? શું આ વિશ્વ એ કોઈ એકાદ ક્ષણે ઉત્પન્ન થયેલું છે કે પછી અનાદિ છે ?પૃથ્વી પરનું જીવન કઈ રીતે પ્રગટ થયું હશે ? શું એ એકાએક પ્રગટ થયું હશે કે પછી એનું ક્રમશ: પ્રાગટ્ય થયું હશે ? વળી બુદ્ધિશાળી માનવીના વિકાસનું કોઈ વિશિષ્ઠ પ્રયોજન હશે ખરું ? આવા કેટલાય પ્રશ્નોનો ઉત્તર શોધવાનો જુદા જુદા સમયે વિજ્ઞાનીઓએ ભગીરથ પ્રયત્ન કર્યો છે
એનો આલેખ આપતા આ પુસ્તકમાં બિગબેન્ગ, પરમાણુઓ અને બળક્ષેત્રો, માંનાવ્લાક્ષી વિશ્વદર્શક સિધ્ધાંત અને વિશ્વની ઉત્ત્પત્તિ અંગે સંશોધનના સઘળા પ્રયાસોની સુંદર છણાવટ કરવામાં આવી છે ઉત્પતિની આ કથા અત્યંત રસપ્રદ અને રોમાંચક કથા બની રહી છે.