Parivartannu Ghoshanapatra (Gujarati Translation of A Manifesto for Change) by APJ Abdul Kalam
1998માં એક પુસ્તક પ્રસિદ્ધ થયું હતું જે તેના સમય કરતા ઘણું આગળ હતું. તે હતું ઇન્ડિયા 2020 અને તેમાં જણાવવામાં આવ્યું કે ભારત ટુક સમયમાં વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રમાં સ્થાન પામશે. ભારત દ્વારા અનેક પરમાણું અખતરા કરવામાં આવ્યા અને વિશ્વ દ્વારા તેને આવકાર અને માન્યતા પણ અપાઈ. તે સમયે એમ માનવું થોડું મુશ્કેલ હતું કે ભારત ખુબ જ ઝડપથી પ્રગતિ કરી શકશે।પુસ્તકમાં જે વિઝન આપવામાં આવ્યું છે તે અર્થતંત્ર સાથે સંકળાયેલું વિવિધ ક્ષેત્રોને ઊચાં લક્ષ્ય હાંસલ કરવા માટે સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહિત કરે છે. આ પુસ્તક અત્યાર સુધીમાં હજારો નકલો વેચાઈ ચુકી છે.
અ મેનીફેસ્ટો ફોર ચેન્જમાં,લેખક એ.પી.જે.અબ્દુલ કલમ અને તેમના સહલેખક વી.પોનરાજે પહેલા પુસ્તકની સિકવલ આપવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ડિયા 2020ને ધ્યાનમાં રાખીને ભારતના વિકાસનું સ્વપ્ન જોતા ભારતના 11 માં રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે આપણે તેના માટે શું કરવું જોઈએ : વિકાસ સાધવા માટે પહેલા તો દેશની સૌથી મોટી ક્ષમતા ગણતા યુવાનોને પ્રક્રિયામાં જોડવા, સર્જનાત્મક સંસદનું સર્જન્જ્યા રાજકીય પક્ષોની ગંદી રાજરમતના બદલે સશકત અને વિકાસલક્ષી ચર્ચા અને મુદાઓનું સર્જન થાય લક્ષ્ય તરફ આગળ વધી શકાય, ચોક્કસ આયોજન જેના દ્વારા પાયાથી માંડીને તંત્રની ટોચ સુધી મજબત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી શકાય જેથી ગ્રામ્ય અને શહેરી જીવન વચ્ચેનો તફાવત દુર થાય.તેઓ મને છે કે,હવે સમય પાકી ગયો છે કે દોષારોપણની અને ટીકાની રાજનીતિને પડતી મુકવામાં આવે.તેના બદલવામાં આ સુંદર ધરતી વિકસિત ભારત તરીકે ઉભરી આવશે.