Barbarak Jishnu Jaysinh Siddharaj (Chalukya Navalkathavali 10) By Dhumketu
'બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ' ('રાજકન્યા' થી આગળ વધતી નવલકથા )- ચૌલુક્ય નવલકથાવલિ : (10)
ધૂમકેતુ
કર્ણદેવ અને મીનળનો પુત્ર સિધ્ધરાજ જયસિંહ ગાદી પર આવે છે. કર્ણદેવે કર્ણાવતી નગરની (હાલનુ અમદાવાદ)સ્થાપના કરી દીધી છે, જ્યા પહેલા આશાભીલનુ નગર હતુ ત્યા સાબરમતીને કિનારે. તે વખતે બર્બરક પોતાનો આતંક મચાવી રહ્યો છે. જુનાગઢનો રા' નવઘણ અને બર્બરક મળેલા હોય છે અને પાટણની વિરુધ્ધ ષડયંત્ર રચીને જયસિંહને હરાવવા ઈચ્છે છે. જયસિંહની દાદી, રાણી ઉદયમતીનો ભાઈ મદનપાલ બર્બરક સાથે મળેલો છે તે ખબર પડતા જયસિંહ મદનપાલને જનોઈવઢ કાપી નાખે છે અને એનો અંત આણે છે. આ વાત જાણતા નવઘણ આકળો થઈ જાય છે અને પાટણની વિરુધ્ધ પડે છે. જયસિંહ સાંતુ, મીનળ અને મંત્રીમંડળની સમજાવટ છતાં પોતાનો માર્ગ સ્પષ્ટ બતાવે છે કે તે જુનાગઢ, લાટ, માળવા કોઇથી ડરશે નહી અને સદા યુધ્ધ માટે તૈયાર છે. જયસિંહ પાટણથી ભાગી રહેલા નવઘણને પકડે છે અને તેને બંધનમા મુકી દે છે, પણ તે જેમ-તેમ કરીને ભાગી જાય છે પણ પકડાઈ જાય છે
ચૌલુક્ય નવલકથાવલી
1.પરાધીન ગુજરાત
2.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧,
3.ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ 2
4.વાચિનીદેવી
5.અજીત ભીમદેવ
6.ચૌલાદેવી
7.રાજ્સન્યાસી
8.કર્ણાવતી
9.રાજકન્યા
10.બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
11.ત્રિભુવનગંડ : જયસિંહ સિદ્ધરાજ
12.અવંતિનાથ : જયસિંહ સિદ્ધરાજ
13.ગુર્જરેર્શ્વર કુમારપાલ
14.રાજર્ષિ કુમારપાલ
15. નાયીકાદેવી
16.રાય કરણ' ઘેલો
ગુપ્તયુગ નવલકથાવલી
1.આમ્રપાલી
2.નગરી વૈશાલી
3.મગધપતિ
4.મહાઅમાત્ય ચાણક્ય
5.ચંદ્રગુપ્ત મૌર્ય
6.સમ્રાટ ચંદ્રગુપ્ત
7.પ્રિયદર્શી અશોક
8. પ્રિયદર્શી સમ્રાટ અશોક
9.મગધ સેનાપતિ પુષ્યમિત્ર
10.મહારાજ્ઞી કુમારદેવી
11.ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૧
12.ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૨
13.ધ્રુવદેવી
|