Buy Atrapi Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices અતરાપી - ધ્રવ ભટ્ટ તમે ક્યારેય જીવન કહેવાતા રહસ્યને સમજવા પ્રયત્ન કર્યો છે? તમને જો ક્યારેક પણ એવો વિચાર આવ્યો હોય કે તમે ખરેખર કોણ અને શું છો, આવા કેમ છો- તો અતરાપી ચોક્કસ તમારા માટે છે. આ એક સાદી પણ અનોખી કથા છે. એક વૈભવી કુટુંબને ત્યાં જોડિયાં બાળકો જન્મે છે. મોટા કૌલેયકને સમાજે નક્કી કરેલા સન્માર્ગને વળગીને મુખ્ય-ધારામાં રહીને જીવવાનું ગમે છે. નાના સારમેયને સતત પ્રશ્નો પૂછવાનું ગમે છે. તેને ફૂલો સાથે વાત કરવી કે અજાણ્યા સ્વરો સાંભળવાનું પણ ગમે. પરમ મુક્તિને ઝંખતા કૌલેયક અને બંધનથી દૂર રહેવા માગતો સારમેય, બેઉ જણ પોતપોતાને રસ્તે જીવનના કેવા અર્થોને પામે છે તેની વાત કરતી આ કથાનો નાયક અને તેનો ભાઈ બન્ને ગલૂડિયાં, શ્વાન છે. શિક્ષણ, જીવન, બંધન અને મુક્તિ, ધર્મ, ઈશ્વર અને આત્મા, વગેરે અનેક વિષયોને આવરી લેતી સારમેયની આ કથા વાંચકોને જકડી રાખીને વિચાર કરવા પ્રેરે છે. આ કથા અંગ્રેજી, મરાઠી અને હિન્દીમાં આદર પામી છે.