Apurnaviram (Navalkatha) by Shishir Ramavat અપૂર્ણવિરામ’ નવલકથા પુસ્તક સ્વરુપે પ્રકાશિત થઈ ગઈ ને હાથમાં પણ આવી ગઈ એટલે જલસો પડી ગયો, બોસ! ધારાવાહિક સ્વરુપમાં લખાયેલી નવલકથા હવે પુસ્તક રુપે એક નવા વાચકવર્ગ સામે મૂકાઈ છે. તેને લીધે અલાયદા આનંદ, ઉત્તેજના અને નવર્સનેસનો અનુભવ થાય. ‘સંદેશ’ જેવા જંગી રીડરશિપ ધરાવતા દૈનિકમાં હપ્તાવાર પ્રગટ થઈ ચુકેલી નવલકથાનો એક ફાયદો એ છે કે એનો ચુકાદો વાચકોએ ઓલરેડી આપી દીધો હોય. તેથી પરીક્ષામાં બંદા મસ્ત માર્કસ સાથે પાસ થઈ ચુક્યા છીએ તે વાતની ચિક્કાર નિરાંત છે. ‘વિક્રાંત’ અને ‘મને અંધારાં બોલાવે... મને અજવાળાં બોલાવે’ પછીની આ મારી ત્રીજી નવલકથા. ખૂબ બધું ફિલ્ડવર્ક પહેલી બે નવલકથાઓમાં પણ કરેલું, પણ હવે લાગે છે કે ‘અપૂર્ણવિરામ’ની તુલનામાં એ બન્ને જાણે હસતારમતા લખાઈ ગયેલી. ‘અપૂર્ણવિરામ’ ખાસ્સી કઠિન પૂરવાર થઈ - કથાવસ્તુ અને પ્લોટિંગ બન્ને રીતે. સ્થૂળ વ્યાખ્યા બાંધવી જ હોય તો કહી શકાય કે લાગણીઓના ચડાવઉતાર વચ્ચે આકાર લેતી આ એક સસ્પેન્સ-થ્રિલર છે. આ પાત્રો મારા માટે સાવ નવાં હતાં, જે તત્ત્વો અને માહોલ સાથે કામ પાડવાનું હતું તે સાવ નવાં હતાં. અહીં રહસ્યને સતત ઘૂંટતા રહીને ભયરસ પીરસવાનો હતો, વિષયને વફાદાર રહીને વચ્ચે વચ્ચે ભરત મુનિએ જેને બીભત્સ રસ ક્હ્યો છે તેનાં ઝરણાં પણ પાર કરવાનાં હતાં. બહુ ટ્રિકી હતું આ. ભાષાની ગરિમા સતત