અંત આરંભ (ભાગ 1-2) - હરકિસન મેહતા Ant Arambh by Harkishan Mehta માણસ કઈ જ કરી શકવા માટે સમર્થ ન હોય ત્યારે એ અસંભવ લગતી કલ્પના દ્વારા તેનું નિરાકરણ કરવા લલચાય તેમ લેખક તરીકે આ કથા દ્વારા ભ્રષ્ટાચારીઓના ભરડામાંથી ભારતભૂમિને મુક્ત કરવાનો એક વિકલ્પ કથામાં રજુ કર્યા છે. દેશ ને ગુલામીમાંથી મુક્ત કરવા માટે લાખો લોકોએ આપેલા બલિદાનને ફરી સાચા અર્થમાં સાર્થક કરવા માટે ચમત્કાર સિવાય મને કોઈ માર્ગ દેખાય નહી એટલે યોગવીધ્યનો આધાર લઇ અત્યારે જે અસંભવ દેખાય છે તેને સંભવિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. કથાના ચમત્કારો અનેક વાચકોને ખૂચ્યા છે એ જાણ્યા પછી પણ ક્યારેક આવું બનશે એવી મારી શ્રદ્ધા અટલ રહી છે. એ અંધશ્રધ ઠરે તો પણ મને મંજુર છે, કદાચ અંધશ્રધ આશાનું કિરણ છુપાયું પણ હોય, કોને ખબર!