Ansunan Toran (Navalkatha) By Vaju Kotak
આંસુના તોરણ - વજુ કોટક
મૃદંગની દોરી ખેચવાથી એનો રણકાર વધતો જાય છે એમ રેનું મનને જેમ જેમ ખેચતી ગઈ તેમ તેમ હૃદયમાંથી વધુ તીવ્ર રણકાર નીકળવા લાગ્યો અને એ ચીમનને મળવા માટે નીકળી પડી એ પોતાની જાતને રોકી ન શકી. રમકડાની મોટરને આપણી ઉલટી બાજુ ચાવી દેવી પડે છે એમ રેનું મનને ચાવી દેતી અને માનતી હતી કે પોતે મનને મજબુત બનાવી રહી છે, પણ જેવી એ ઘરની બહાર નીકળી કે એ ચાવી દીધેલી રમકડાની મોટરની જેમ બહુ જ ઝડપથી આગળ વધવા લાગી. રેનું જાને પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હોય એમ ઝડપથી ચીમન તરફ ખેચવા લાગી.
ઘણા લોકો સાધુ-સન્યાસી કે યોગી પુરુષો પાસે ચમત્કારની આશા રાખે છે ચમત્કારમાં માને છે પણ એમને ભાન નથી કે આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે, પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતા મહાન ચમત્કાર છે.