Buy Akoopar Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices અકૂપાર-ધ્રુવ ભટ્ટ ગીરની આત્મ-કથા "અકૂપાર" માં વર્ણનરીતિ પ્રવાસીના નિરીક્ષણો જેવી છે, પણ પાત્ર મળે ત્યાં કથારસ જાગે છે. અહી પાત્રોમાં માણસો તો છે જ, પણ માણસોની જેમ સિંહ-સિંહણ, હરણ, પર્વત, નદી, વૃક્ષ બધાજ પાત્રત્વા પામે છે. લેખક તેમની નિરીક્ષણ કથાઓ 'સમુદ્રાન્તિકે' અને 'તત્વમસિ' દ્વારા ભાવકો અને વિવેચકોનો સમાદર પામ્યા છે. એમની આત્મીય દ્રષ્ટી સહુથી પહેલા છેલ્લા માણસને જુએ છે, પણ તેમનું લેખન પ્રશિષઽ કૃતિ રૂપે સિદ્ધ થાય છે.