AAKHU AAKASH MARI AAKHO MA by VITTHAL PANDYA આખું આકાશ મારી આંખોમાં અભાવમાં ઉછરેલી વ્યક્તિ ક્યારેક સ્વમાની હોય તો ક્યારેક લઘુતાગ્રંથિથી પીડાતી હોય. આ નવલકથામાં આવતું ઉમેશનું પાત્ર નિતાંત અભાવગ્રસ્ત હોવા છતાં લઘુતાગ્રંથિથી પીડાવાને બદલે સ્વમાની બને છે. "સ્વમાન એ જ સાચી સંપત્તિ' એ સૂત્રને એણે સાર્થક કરવાનું નક્કી કરી લીધું હોય તેમ જિંદગીના પ્રત્યેક વળાંકે, એણે સંજોગો સામે ઝૂકી પડવાને બદલે, બમણા જોરથી પડકાર ફેંકી પોતાના જીવનમાર્ગને એ સરળ અને સફળ કરતો રહ્યો છે. પ્રસન્ન દામ્પત્ય જીવનમાં લાગણીઓના લયને તૂટતો કેવી રીતે બચાવવો અને એકબીજાંનાં ગુણદોષ જોવાની માનસિક બીમારીમાંથી મુક્ત થઈ, એકબીજાંનાં અસ્તિત્વનું અભન્નિ અંગ બની, સહિયારા જીવનની સુગંધને સુંદર કેવી રીતે બનાવવી, એ કળા તમે આ નવલકથામાં જોઈ શકશો! મધુરા દાંપત્યના સહિયારા શ્વાસનું સરનામું એટલે "આખું આકાશ મારી આંખોમાં'!