2 States - Chetan Bhagat-Novel
દુનિયાભરનાં પ્રેમલગ્નોની વાત, આમ તો બહુ સીધીસાદી હોય છે છોકરો છોકરીને પ્રેમ કરે. છોકરી છોકરાને પ્રેમ કરે અને બંને પરણી જાય. ભારતમાં કેટલીક વધુ બાબતો ઉમેરાય છ:કરો છોકરીને પ્રેમ કરે છે. છોકરી છોકરાને પ્રેમ કરે છે. છોકરીનો પરિવાર પણ છોકરાને પ્રેમ કરતો હોવો જોઈએ. છોકરાનો પરિવાર પણ છોકરીને પ્રેમ કરતો હોવો જોઈએ. છોકરીનો પરિવાર, છોકરાના પરિવારને પ્રેમ કરતો હોવો જોઈએ. છોકરાનો પરિવાર, છોકરીના પરિવારને પ્રેમ કરતો હોવો જોઈએ. છોકરો અને છોકરી તો હજુ એકબીજાંને ચાહે જ છે. તેઓ પરણી જાય છે. ૨ સ્ટેટ્સમાં આપનું સ્વાગત છે. આ વાત છે ભારતનાં બે જુદાં જુદાં રાજ્યોમાંથી આવતાં ક્રિશ અને અનન્યાની. તે બંને એકબીજાંના ગાઢ પ્રેમમાં છે અને લગ્ન કરવા માગે છે. પણ તેમનાં માતાપિતાને આ લગ્ન મંજુર નથી. તેમની લવસ્ટોરીને લવમેરેજમાં ફેરવવા માટે તેમણે બહુ ઝઝૂમવું પડે છે, કારણ કે ઝઘડવું અને બળવો કરવાનું તો સહેલું છે, પરંતુ પરિવારને મનાવવાનું અઘરું હોય છે. શું આ બંને તેમ કરી શકશે?