ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો (સંક્ષિપ્ત અનુવાદ )
એલેકઝાન્ડર ડૂમા
The Count Of Monte Cristo (Gujarati Translation)
સંક્ષિપ્ત અનુવાદ :રશ્મિન શાહ
1922 થી લઈને આજ સુધી લગભગ દર વર્ષે જેના પરથી ફિલ્મો અને નાટકો બન્યે જ રાખે છે .તે કથા
કથાના નામમાં ભલે તમને મોન્ટે ક્રિસ્ટો નામ વંચાય રહ્યું હોય પણ હકીકત એ છે કે આ નવલકથા એડમન દાંતેસ નામના એક એવા હોનહાર હીરોની છે, જે પોતાની રીતે પોતાનું ભવિષ્ય તૈયાર કરવામાં હોશિયાર હતો . એડમનની સરખામણી કોઈ પણ સદીના સૌથી યુવાન અને દેખાવડા યુવક સાથે થઇ શકે છે .એડમને કઈ રીતે પોતાની તમામ કુનેહનો ઉપયોગ કર્યો એ જાણતા પહેલા તેની સાથે ઘટેલી કેટલીક અણધારી ઘટનાઓ ધ્યાનથી જોવી પડે એમ છે .અને એ ઘટના જોવી હોય તો છેક ઈસ્વીસન 1815ના અરસામાં જવું પડે એમ છે . .........
બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવા માધ્યમોએ લાખો વાચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી 100 કથાઓની
યાદી તૈયાર કરી છે , જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જોઈએ .
આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ન બને ત્યારે પ્રસ્તુત છે વિશ્વસાહિત્યની કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવી પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ .
|