Sach Ne Nahi Aanch – Sudha Murty – Sudha Murty
બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત, સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવાં બાળકો માટે લખાઈ છે કે જેઓ નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિશોરાવસ્થામાં પ્રવેશી રહ્યાં છે. બને ત્યાં સુધી ભૂત, ડાકણ, દુષ્ટોના, જંતરમંતર, વેતાલ, શ્રાપ કે આકાશવાણી આ વાર્તાઓમાં નથી. ઈર્ષ્યા, હોશિયારી, સચ્ચાઈ, કંજૂસાઈ કે ભલમનસાઈ જેવા માનવીય ગુણ-દોષો પર આ વાર્તાઓ આધારિત છે. રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવું પાયાનું જ્ઞાન આ વાર્તાઓ દ્વારા બાળકો સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ પ્રયાસ છે.