Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Tantra Vidhya
Subhash Bhatt
Author Subhash Bhatt
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN
No. Of Pages 630
Edition 2002
Format Hardbound
Language Gujarati
Price रु 400.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
4097_tantravishya.Jpeg 4097_tantravishya.Jpeg 4097_tantravishya.Jpeg
 

Description

તંત્ર વિદ્યા - સુભાષ ભટ્ટ

Tantra Vidya (Gujarati) by Subhash Bhatt

તંત્રવિદ્યા એટલે શું? તંત્ર એટલે એ નામનું ઉપાસના-સંબંધીનું શાસ્ત્ર. એવો સિદ્ધાંત હતો કે કલીયુગમાં વૈદિક મંત્રો, જપ અને યજ્ઞનું ઇચ્છીત ફળ બહુધા મળતું નથી, પણ આ યુગમાં તમામ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તંત્રશાસ્ત્રમાં વર્ણવેલા મંત્ર તથા ઉપાયોની મદદ મળે છે. આ શાસ્ત્રના સિદ્ધાંત ગુપ્ત રખાય છે. સત્ય સાઈબાબા અને મુક્તાનંદ સ્વામી તેમના ભક્તોથી આ વાત છુપી રાખતા. તંત્રવિદ્યા જાણવા પ્રથમ મનુષ્યે દીક્ષિત થવું પડે છે. તંત્રવિદ્યા કેમ લોકપ્રિય થઈ? મુંબઈના બોલિવૂડના સ્ટારો પણ કેમ તંત્રવિદ્યામાં માનતા થયા? જે જ્ઞાન કેવળ વેદાંત આદિ શાસ્ત્રોમાં અને પંડિતોના મગજમાં કેદ હતું તે જ્ઞાન સરળ, સહજ ભાષામાં સમાજના અશિક્ષિત વર્ગ સુધી ફેલાવવા માટે તંત્રનો આશય રહ્યો છે. તંત્રવિદ્યા કે ગુપ્તજ્ઞાનને જાણનારાને મિસ્ટિક અને તે વિદ્યાને મિસ્ટિસઝિમ કહે છે. મિસ્ટિસિઝમ એટલે શું? અંગ્રેજી પહેલાં ગ્રીક ભાષામાં મિસ્ટીકો શબ્દ આવ્યો. એટલે કે ધર્મનું રહસ્ય પામવાની વિદ્યા. પછી અંગ્રેજીમાં વ્યાખ્યા થઈ કે ઇટ ઇઝ ધ પરસ્યુટ ઓફ કોમ્યુનિયન વીથ આઈડેન્ટિટી વીથ ઓર કોન્સિયસ અવેરનેસ ઓફ ડિવિનિટી, સ્પિરિચ્યુઅલ ટ્રુથ ઓર ગોડ… અથૉત્ અંતે તો રહસ્યવાદ એટલે ઈશ્વરીય તત્વ સાથે તદરૂપ થઈ જવાની ક્રિયા કે જ્ઞાન. અર્થ છે-અધ્યાત્મ વિદ્યા, ગુપ્ત વિદ્યા, અપરીક્ષણજ્ઞાનવાદ અને બ્રહ્ન સાક્ષાત્કારવાદ. આ આખો અર્થ જ બતાવે છે કે તંત્રવિદ્યા કાંઈ માત્ર ધનિક થવા માટેનું તિકડમી જ્ઞાન નથી. ઈશ્વર સાથે ઐકય સાધવાનું અંતિમ ધ્યેય હોવું જોઈએ. આજના યુગમાં પણ આ પ્રાચીન શાસ્ત્ર ઉપયોગી છે.
 
મુંબઈની શેરબજારમાં હરીફને પછાડવા કે ઉદ્યોગપતિઓના ઝઘડામાં દુશ્મનને હંફાવવા તાંત્રિકોનો ઉપયોગ ૨૪ વર્ષ પહેલાં થતો હતો. મહારાષ્ટ્રમાં એટલે કે મુંબઈમાં પણ તાંત્રિકોની આયાત બંગાળથી કરવી પડેલી. જદુનાથ સરકાર તેના પુસ્તક ‘હાઉસ ઓફ શિવાજી’માં લખે છે કે બંગાળના રાહા ગામે એક સિદ્ધયોગી રહેતા હતા. તેને શિવાજીના સમયમાં મહારાષ્ટ્રના ચિત્તપાવની બ્રાહ્નણ નામે શિવયોગી બંગાળના સિદ્ધયોગી પાસેથી તંત્રવિદ્ધ શીખીને કોંકણ આવ્યા. શ્રૃંગારપુરમાં મઠ સ્થાપ્યો અને તેમણે ઘણા તાંત્રિકોને તાલીમ આપેલી. ભાજપના વિદ્વાન સભ્ય મધુ દેવળેકર અને બીજા સીઆઈડીના મહારાષ્ટ્રીયન બ્રાહ્નણ ઇન્સપેક્ટરે કહેલું કે શ્રૃંગારપુર ગામેથી ઘણા બ્રાહ્નણ યુવાનો મુંબઈ આવીને પોલીસ ઇન્સપેક્ટર બનતા તે તંત્રવિદ્યા થકી ગુનેગારોને પકડતા. શિવાજીનો રાજ્યાભિષેક થયો એ પછી મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં તંત્રવિદ્યા માનીતી થઈ. ત્યાં સુધી બંગાળ-આસામમાં ફૂલી-ફાલી. શિવાજીના મોટા પુત્ર સંભાજીએ તેના ભાઈને ઊથલાવી ગાદીએ આવવા કવિકલશ નામના તાંત્રિકનો આશરો લીધો અને ગાદી મળતાં તાંત્રિકને મોટું પદ આપેલું. સંભાજીએ શિવયોગી નામના તાંત્રિકની મદદથી કાલીપૂજા કરીને પુત્રપ્રાપ્તિ કરેલી. પૂર્વ પ્રોફેસર અને વિદ્વાન લેખક નગીનદાસ સંઘવીને પચીસેક વર્ષ પહેલાં તેમની લાઈબ્રેરીમાં ‘રફિલેકશન્સ ઓફ તંત્ર’ નામનું પુસ્તક જોયેલું તે સુધાકર ચટ્ટોપાધ્યાયએ લખેલું.
 
કહે છે કે ‘વેદોનો જન્મ પણ તંત્રવિદ્યામાંથી થયો’ તાત્પર્ય કે વેદો લખાયા તે પહેલાં તંત્રવિદ્યાનું અસ્તિત્વ હોવું જોઈએ. શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય અને ગણપતિ વગેરે દેવતાઓને તંત્રમાં સ્થાન અપાયું છે. ઉત્તર ભારતમાં દેવરાહા બાબા તડકામાં ઘાસનો મંડપ બાંધી ઉપાસના કરતા. ઇન્દિરા ગાંધીને હેલિકોપ્ટરમાં આવીને દેવરાહા બાબાને ચરણે પડતાં જોયાં છે. ઇન્દિરાજી તાંત્રિકો પર શ્રદ્ધા રાખતાં. તાંત્રિકો બીજા અધ્યાત્મવાદીઓની માફક બ્રહ્નચર્યમાં માનતા નથી. તંત્રવિદ્યા તો કહે છે કે જગતમાં પેદા થયેલી તમામ ભોગવી શકાય તેવી ચીજોને ભોગવી લેવી જોઈએ. બધું ભોગવી લીધા પછી જ મનની મુક્તિ કે મોક્ષ મળે છે. છેલ્લા સાડાચાર દાયકાથી સેક્સોલોજીનું ભારતને પ્રથમ ભાન કરાવનારા ડૉ.. પ્રકાશ કોઠારી પણ કહે છે કે તંત્રવિદ્યા એ પ્રાચીન છતાં અવૉચીન વિદ્યા (મોડર્ન) છે. તંત્ર એ મુખ્યત્વે શિવ પર આધાર રાખે છે. તમે કોઈ ચીજને આદર્શ અવસ્થા પર લઈ જાઓ તો શિવ થઈ જાઓ છો. તંત્ર અને યોગ અલગ છે પણ તંત્રને યોગની શાખા ગણાય છે. તંત્ર બધાં જ પાપ અને પુણ્યનાં બંધનોથી મુક્ત છે. મદીરા, મૈથુન, માંસ અને માછલીના આહાર વગેરેની તાંત્રિકોને છુટ છે. મણશિંક ભટ્ટની ભગવદ્ગો મંડળની વાતને ડૉ. કોઠારી બળ આપે છે. તેમાં લખ્યું છે કે તંત્રવિદ્યામાં સ્ત્રી-શક્તિને પ્રાધાન્ય અપાયું છે. તેનો તમારે અવળો અર્થ લેવાનો નથી. તમે તમારા પાર્ટનરને પૂર્ણપણે સરન્ડર (તાબે) થઈ જાઓ તો તમને વિશેષ કમ્ફર્ટ લેવલ મળે છે તેવો શબ્દપ્રયોગ ડૉ. પ્રકાશભાઈ કોઠારી કરે છે.
 
બ્રિટિશ જમાનામાં પોંડીચેરી ફ્રેંચોના કબજામાં હતું. તેનો ફ્રેંચ ગવર્નર કહેતો કે ‘મોગલ અફસરોની અને તાંત્રિકોની મદદથી શિવાજી પુત્ર મને હેરાન કરે છે.’! મકરંદભાઈએ કહેલું કે તાંત્રિકો તેમની વિધિઓ ગુપ્ત રાખે છે તેથી તંત્રવિદ્યા આપણા માટે રહસ્યમય વિદ્યા બની છે. તાંત્રિકો મંત્રસાધના કરે છે. એ મંત્રોનો ઉચ્ચાર શુદ્ધ હોવો જોઈએ. મહર્ષિ મહેશ યોગી પોતે તંત્રજ્ઞ હતા. તેઓ રજનીશને હરીફ માનતા તેથી કહેતા કે મંત્રદીક્ષા માત્ર બ્રાહ્નણ આપી શકે પણ રજનીશે આ વાતનો નિષેધ કરેલો. થોમસ એશલી ફરાંન્ડ નામનો અંગ્રેજ અમેરિકન મંત્રશક્તિમાં માનતો. તે ૧૯૭૮માં ભારત આવ્યો પછી જ ‘મંત્ર સેકરેડ વર્ડઝ ઓફ પાવર’ નામનું પુસ્તક ૨૦ વર્ષની મંત્રસાધના પછી જ ૧૯૯૮માં લખી શક્યો. સંસ્કૃત પણ ભણેલો. તે કહેતો કે મંત્રજાપ થકી મનની શક્તિ વધારી શકાય છે.
 
તંત્રવિદ્યા વાસ્તવમાં શું છે?
 
તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે. મંત્રસાધનામાં જેમ યંત્રનું એક ચોક્કસ સ્થાન છે તેમ તંત્રનું પણ એક ચોક્કસ સ્થાન છે. આને ટૂંકમાં સમજીએ તો મંત્ર એ અક્ષરોના સંયોજનોથી બનતી એક વિશિષ્ટ શબ્દાવલી છે, જેમાંથી નીકળતાં કંપનો વાતાવરણમાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો પેદા કરીને પોતાનું કાર્ય બજાવે છે. આ મંત્ર કઈ રીતે ગણવો, તેમાં કઈ-કઈ સામગ્રી વાપરવી, કયા હેતુ માટે કયા સમયે, કયા આસને બેસવું, કેવી માળાઓનો ઉપયોગ કરવો, પવિત્ર ઔષધિઓ અને ખનિજૉનું કેવું અને કેટલું મિશ્રણ કરવું, કઈ સાધના માટે કયું નક્ષત્ર પસંદ કરવું, કેવી-કેવી મુદ્રાઓ કરવી વગેરે બાબતો એ જ તંત્ર છે. હકીકતમાં તંત્રશાસ્ત્ર એ મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે. જેમ ઉત્તરકાળમાં જયોતિષવિધા ભળતા જ હાથોમાં જવાથી બદનામ થઈ, તેમ તંત્રવિધા પણ કેટલાક લેભાગુઓના હાથમાં જવાથી અને તેનો ખૂબ જ દુરુપયોગ થવાથી બદનામ થઈ. કેટલાક તાંત્રિકોએ પોતાનો સ્વાર્થ સાધવા તેની ઉપર ગૂઢતાનું આવરણ ચડાવી દઈને તંત્રવિધાને રહસ્યમય બનાવી દીધી. જૉ તેને સાચી રીતે સમજવામાં આવે તો તે વ્યકિતને સાધનામાર્ગમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. 
 
આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે? દરેક યુગમાં તંત્રસાધના થઈ શકે. તંત્ર એ મંત્રશાસ્ત્રની પૂરક વિધા હોવાથી જયારે જયારે મંત્રનું સાધન થઈ શકે ત્યારે ત્યારે તંત્રનું પણ સાધન થઈ શકે. તંત્રશાસ્ત્રના સહયોગ વિના મંત્રસાધના ફળે નહીં એમ કહેવું વધારે ઉચિત રહેશે. આજે પણ આવા સમર્થ તાંત્રિકો હોય છે. જે યુગમાં સમર્થ માંત્રિકો હોય તે યુગમાં સમર્થ તાંત્રિકો પણ હોય જ. પરંતુ સામાન્ય માણસના માનસચક્ષુ સામે તાંત્રિકનું જે ચિત્ર છે તેવા કોઈ તાંત્રિકો કયારેય હોતા નથી. તંત્રશાસ્ત્રની સાધના કોણ કરી શકે? સામાન્ય રીતે નિર્ભય, પરોપકારી, નિ:સ્વાર્થી, કર્તવ્યનિષ્ઠ, સત્યનો પક્ષપાતી, પ્રાથમિક યોગવિધાનો જાણકાર, તપસ્વી, શ્રદ્ધાળુ, ઇષ્ટદેવમાં અડગ શ્રદ્ધા ધરાવનાર અને સૌથી વધુ તો મંત્રદાતા ગુરુની ક્રુપા પામેલ વ્યકિત તંત્રસાધના કરી શકે. મંત્રની પ્રાચીનતા જેટલી જ તંત્રની પ્રાચીનતા છે. મંત્રમનીષીઓનું કથન છે કે, કોઈ અક્ષર મંત્ર વિનાનો નથી. એમાં ઉમેરો કરીને કહી શકાય કે કોઈ મંત્ર તંત્ર વિનાનો નથી! શરીરની સાથે જ શરીરનાં સમગ્ર અંગોનો જન્મ થાય છે, તેમ મંત્રની સાથે જ તંત્રનો જન્મ થાય છે. આથી મંત્રવિધાની જેમ તંત્રવિધા પણ હજારો વર્ષ જૂની છે.

Subjects

You may also like
  • Aghor Nagaara Vaage Part-1 & 2
    Price: रु 475.00
  • Jamnadas Kotecha Ane Rationalism
    Price: रु 200.00
  • Gebi Girnar
    Price: रु 450.00
  • Dhumravedh (Set Of 2 Books)
    Price: रु 425.00
  • Mantra Tantra Ane Yantra
    Price: रु 115.00
  • Pashuthi Parmatma
    Price: रु 680.00
  • Aghor Junglena Aghori Sadhuo
    Price: रु 175.00
  • Aghorio Sathe Paach Divas
    Price: रु 175.00
  • Laukik Parlaukik
    Price: रु 250.00
  • Shri Dus Mahavidya Tantra (Siddhi Ane Rahasyo)
    Price: रु 200.00
  • Rahasyothi Bhareli Duniya
    Price: रु 200.00
  • Girnarna Siddh Yogio
    Price: रु 450.00