Aghor Nagara Vage (Set of 2 Books) - Mohanlal Agrawal
અઘોર નગારા વાગે (ભાગ 1 અને 2 )
મોહનલાલ અગ્રવાલ
ભારતીય સંસ્કૃતિ નુ મુખ્ય અંગ આપણો સાધુસમાજ છે.આદિ -અનાદિકાળ થી અનેક સંપ્રદાય નો પ્રવાહ વહી રહ્યો છે.જેમાં સાધુસંત,સિદ્ધી,જતી,જોગી,ત્યાગી,દાસ,ભક્તો,ની સાથો સાથ પ્રજા પણ છે.દરેક વ્યક્તિ ના જીવન માં સધુસંપર્ક એક યા બીજી રીતે ઓછાવતા પ્રમાણ માં થતો હોય છે.પછી વ્યક્તિ ભલે ગમે તેવી વિચારસૃષ્ટિ ની હોય અથવા ગમે તે સ્તર પર હોય. સંપર્ક સમયે અને સંપર્ક પછી દરેક ની પાસે કડવી-મીઠી અનુભૂતિ હોય છે. -
પહેલી નજરેજ ખૂબ ગમે તેવુ પુસ્તક છે. પુસ્તકની તુલનાત્મકતા કે તેની અંદર વર્ણવેલા પ્રસંગો કે ઘટનાઓની સત્યતા ચકાસવી એ અશક્ય કામ છે, પણ તેમાં વ્યવહારીકપણું દેખાય છે અને તે હકીકત હોય તેમ લાગે છે.પ્રસ્તુત પુસ્તકમાં સાધુશાહીની રીતભાત, વસ્ત્રપરિધાન, આભુષણ,ઝોળી,ધૂણી,ક્રિયા આદિ બાબતો વિશે લેખકે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.
|