Swaraj (Gujarati Edition) By Arvind Kejriwal
સ્વરાજ - લેખક અરવિંદ કેજરીવાલ
સ્વરાજ - તમારા સપનાના ભારતનો Key Plan
ગુજરાતી અનુવાદ - દિલીપ ગોહિલ
અંગ્રેજીમાં કેજરીવાલ દ્વારા લખાયેલ સ્વરાજ- તમારા સપનાનાં ભારતનો Key Plan નો ગુજરાતી અનુવાદ દિલીપ ગોહેલે સ્વરાજ લાવવા મથનારા એક સામાજિક કાર્યકર છે. જેણે ૨૦૧૧-૧૨માં અણ્ણા હજારેની આગેવાનીમાં ચાલેલા દેશવ્યાપી ભષ્ટાચાર વિરોધી આંદોલન મુખ્ય ચાલકબળ તરીકેની ભૂમિકા ભજવતા સમગ્ર દેશ તેમને ઓળખતો થઇ ગયેલો. ઉચ્ચ સરકારી હોદ્દાને એકતરફ મૂકી તેમણે ‘પરિવર્તન' નામના NGO ની સ્થાપના કરી વર્ષો સુધી દિલ્હીના સ્લમ વિસ્તારોમાં સુધારો માટે કાર્ય કર્યુ.
પ્રસ્તાવનામાં અણ્ણા હજારે લખે છે. કે જેમ ગાંધીજી કહેતા તેમ સાચી લોકશાહી દિલ્હીમાં બેઠેલા વીસ લોકો દ્વારા ના ચાલી શકે, પરંતુ દેશના લાખો ગામડામાં આ સતાનું વિકેન્દ્રીકરણ થાય. પરંતુ દુર્ભાગ્ય તેમ ન થતા સમાજમાં ધર્મ - જ્ઞાતિ, અમીર-ગરીબ જેવી મોટી ફાટ પડી ગઇ ભૂખમરા અને બેરોજગારીએ પીછો ન છોડયો અને ભ્રષ્ટાચારના મેળવેલે દેશને ફાડી નાખ્યો- સાચી લોકશાહીએ નથી જેમાં નાગરિકો માત્ર મત આપી બેસી જાય પરંતુ લોકશાહીએ વહીવટમાં પણ રસ અને ભાગ લેવો પડે.
આ પુસ્તક શા માટે? પ્રથમ પ્રકરણમાં કેજરીવાલ લખે છે કે હું આવકવેરા વિભાગમાં કામ કરતો હતો. ૧૯૯૦ આવકવેરા વિભાગે વેરો ચોરનારી કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ પર રેડ પાડી રંગે હાથે પકડેલી ત્યારે એક કંપનીના વડાએ બદલી કરાવી નાખવાની ધમકી આપી કહેલું અમે ઈચ્છીએ તેવા કાયદા તમારી સંસદ પાસે પસાર કરાવી શકીએ છીએ અને ખરેખર અમારી ટીમના સિનિયર ઓફિસરની બદલી થઇ ગયેલી, એ જ રીતે ૨૦૦૮ માં યુપીએની સરકાર ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરવા સાંસદોને ખરીદી રહેલી તે બધું જોતા મને થયેલુ કે શું આપણે કોઇ સ્વતંત્ર દેશના નાગરિકો છીએ ખરા? એવું વિદેશી કંપનીઓના હિતમાં થતા કાયદા તથા આવી કંપનીઓના હાથે હજારો જીવોના જાન જોખમાય ત્યારે તેને દેશ બરાર ભાગવામાં મદદ કરતાં આપણા રાજકારણીઓ, દેશની સંપતિ મામૂલી રકમ લઇ દેશ વિદેશી કંપનીઓને ફાળવી દેવાય છે. જો આપણે કશું નહિ કરીએ તો આમ જ દેશને વેચી મારશે આ લોકો પણ કરવું શું દરેક પક્ષને આપણે બદલી જોયો અંતે તો એમનું એમ .. લોકશાહીમાં જો નગારિક સર્વોચ્ચ હોય તો કાયદા વિશે નિર્ણયો લેવાની સતા નાગરિકોને આપવી જોઇએ કે કેમ? આપણે આપણા વતી નિર્ણયો લેવા તેને ચૂંટીને મોકલીએ અને પોતાનો અંગત સ્વાર્થ સાધવામાં આમ આદમી પાસે કોઇ અધિકારો નથી. સરકારી કર્મચારીઓ પર કોઇ નિયંત્રણ નથી. કોઇ સરકારી કર્મચારી જો પોતાની ફરજ સરખી રીતે બજાવતો ન હોય તેના પર આપણું કોઇ નિયંત્રણ નથી કાયદાનાં માર્ગ ઘણો લાંબો, ખર્ચાળ અને છટકબારી ઓથી ભરેલો છે. બધા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, નેતાઓ આપણા નોકર છે. કારણ કે આપણી નાણાંમાંથી એના ઘર ચાલે છે. આપણાં જ આ નોકરો આપણી સાથે મનસ્વી રીતે, તિરસ્કારથી, બેજવાબદારીથી વર્તે છે. તેના પર આપણો કોઇ કાબુ નથી. કલેકટર આપણો નોકર છે તેન મળે આપણને ઉપરથી તેનો પટ્ટાવાળો ય આપણા પર રોફ જમાવે છે. તેજ રીતે સરકારી નાણાભંડોળ પર પ્રજા તરીકે આપણું કોઇ નિયંત્રણ નથી. લોકોને પીવાના પાણી ગટર, સ્વચ્છતા કે સારા રસ્તા સાંપડતા નથી ને ગેમ્સ કે વિદેશી મહેમાનો ના બહાને કરોડો રૂપિયા ઉડાવી દેવાય છે. પીવાનું પાણી મળે નહિ ને સરકાર સુશોભનના નામે ફૂવારો (ફાઉન્ટેન) લગાવે આ કેવી ક્રુર મજાક પ્રજા સાથે....!
|