અધૂરો વિકાસ, અધૂરી લોકશાહી-સનત મહેતા
વિકાસ માટે રાજનીતિ અને ગરીબી માટે અર્થશાસ્ત્ર એવા અભિપ્રાય-આશય સાથેની ચિંતન પ્રક્રિયાને વરેલા સનત મહેતાના અનુંભાવ્સમૃદ્ધ જ્ઞાનનો નીચોડ આ પુસ્તકના માધ્યમ વિકાસની નવી પરિકલ્પના વ્યક્ત કરે છે. જાગૃતોએ ૨૧મી સદીને અર્થપૂર્ણ બનાવવા સમાનતા અને સાચા સામાજિક વિકાસ માટે નવું ચિંતન કરવું પડશે અને તોજ વંચિતોને વિકાસ હાથ લાગશે. પુસ્તાક્માંનું વિષયવૈવિધ્ય વિશાળ છે. ઘરઆંગણથી માંડીને દ.અમેરિકાના નવોદિત ગન્તાન્ત્રાઓ વગેરે જેવા વિષયો માટે લેખકે પોતાના મંતવ્યો સાધાર અને સપ્રમાણ રજુ કર્યા છે. ઉદ્યોગને બદલે ખેતીને પ્રાધાન્ય આપવાનો તેમનો અભિગમ સ્પષ્ટ વર્તાય છે. સામાન્ય વાચકોને હાથવગી નાં થાય ખેડૂતોની સમસ્યાઓ પણ તેમને અહી રજુ કરી છે.