સ્ટીવ જોબ્સ લેખક : વોલ્ટર આઈઝેકસન Steve Jobs (Gujarati Biography) By Walter Isaacson સ્ટીવ જોબ્સ ની આત્મકથા ગુજરાતીમાં. આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Quality ના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જોબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં 'કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્નાથી તેમણે Apple કંપનીની સ્થાપના કરી. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Product કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડક્ટસ Great Quality નો પર્યાય બની જાય. કળા અને ટેક્નોલોજીના અદ્ભુત સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPad થી નવા વિશ્વાનાં દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. ૨૧મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જોબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના ૪૦થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે. એન્ડ વન મોર થિંગ... આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે તેની iGuarantee છે.