સ્ટીફન હોકિંગ Stephen Hawking (Gujarati Biography) By Yogendra Jani સ્ટીફન હોકીન્ગ્સ જેનું શરીર પૃથ્વી પર અને મન, બુદ્ધિ , હ્રદય બ્રહ્માડ ભ્રમણ કરે છે એવા પ્રતિભાશાળી માણસની ગાથા. આ પુસ્તકમાં સ્ટીફનના જન્મથી લઈને એમના વર્તમાન જીવન સુધીની ખુબ મહત્વની કહી શકાય એવી બાબતોને સાંકળી લેવાનો પ્રયાસ કરેલ છે. માત્ર ૨૧ વરસની વયે મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારીથી જીવનભર માટે પથારીવશ થઇ ગયેલા, અને બોલવા માટે પણ ખાસ પ્રકારના યંત્રની જરૂર પડે છે, તેવા આ મહામાનવે બ્રહ્માંડ વિશેનાં ક્રાંતિકારી સંશોધનો કરીને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. સ્ટીફનના જન્મથી લઈને વર્તમાન સુધીની મહત્વની બાબતોને પુસ્તકમાં સાંકળી લેવાઈ છે. તેમની માત્ર મહાનતા જ નહીં, માનવસહજ નબળાઈઓ, તેમના જીવનના વિવિધ પાસાઓનો સમાવેશ થયો છે.