Soloman No Khajano (Gujarati Translation Of King Soloman's Mines)
સોલોમનનો ખજાનો
રાઈડર હેગાર્ડે
કિંગ સોલોમન્સ માઈન નામની સર રાઈડર હેગાર્ડે લખેલી નવલકથા વિશ્વવિખ્યાત છે અને તેના પર એકથી વધારે ફિલ્મો બની ચૂકી છે. જગતભરના સાહસકથાઓમાં કિંગ્સ સોલોમન્સ માઈન્સ નવલકથા બહુ ઊંચા સ્થાને બીરાજે છે. આફ્રિકાના અજાણ્યા પ્રદેશનું ખેડાણ કરતા સાહસિક એલન ક્વાટરમાઈનના પરાક્રમોની આ કથામાં વાત છે. લેખક સર રાઈડર હેગાર્ડે લખેલી આ વાર્તા પહેલી એવી કથા હતી જે આફ્રિકાના અંધારિયા જંગલો સુધી પહોંચી હતી. બ્રિટિશ સામ્રાજ્યના અનેક દેશોમાં કૃષિ ક્રાંતિ કરનારા હેગાર્ડ તેમની આ વાર્તાને કારણે સાહસકથા લેખક તરીકે જગતભરમાં પ્રસિદ્ધ થયા અને આજે પણ છે. કિંગ સોલોમન્સ માઈન્સની ૧૯મી સદીના વૈશ્વિક બાળસાહિત્ય પર વ્યાપક અસર હતી. ૧૮૮૫માં લખાયેલી વાર્તા આજે પણ એટલા જ રસથી વંચાય છે. ફિલ્મકારો તેના પ્લોટમાં જરા-તરા ફેરફાર કરીને ફિલ્મો બનાવતા રહે છે. રોફેસર હસ્ટન હવે આફ્રિકામાં આવેલી રાજા સોલોમનની ખજાનો ભરેલી ખીણ સુધી પહોંચવાની તૈયારીમાં જ છે. પરંતુ પ્રોફેસર પહોંચે એ પહેલા તુર્કીનો ગુલામોનો વેપારી ડોગાતી (જોન) આવીને તેમનું અપહરણ કરી લે છે. ડોગાતી પણ ટકલુ જર્મન મિલિટરી અધિકારી બકનર સાથે મળીને સોલોમનના ખજાના સુધી પહોંચવા માંગતો હોય છે. પિતા ગુમ થયા પછી તેમને શોધવા પ્રોફેસરની દીકરી જેસી હસ્ટન ) એલન ક્વાટરમાઈન સાથે આફ્રિકા પહોંચે છે. આફ્રિકામાં જેસી-એલનની મુલાકાત ઉમ્બોપો નામના આફ્રિકી વફાદાર આદિવાસી સાથે થાય છે. આફ્રિકાના જાલીમ જંગલો અને આદિવાસી રીત-રિવાજો વચ્ચે ઉમ્બોપો ઘણો ઉપયોગી સાબિત થવાનો હોય છે. જેસી-એલન આફ્રિકા પહોંચ્યા છે એવી ખબર પડે એટલે બકનર-ડોગાતીના માણસો તેને ખતમ કરવા પ્રયાસો કરી જુએ છે. એમાં ખાસ સફળતા મળતી નથી. માટે બન્ને ટૂકડીઓ પોત-પોતાની રીતે નકશા પ્રમાણે ખીણ શોધવા નીકળી પડે છે. જીપ, રેલવે, જંગલી સજીવો, ખખડધજ વિમાન સહિત અનેક વાહનોમાં મુસાફરી કરતાં જેસી-એલન-ઉમ્બોપો જંગલમાં આગળ વધે છે. જંગલમાંથી પસાર થતી એક ટ્રેનમાં જ પ્રોફેસર હસ્ટનને બાંધી રખાયા હોય છે. હીરો ત્રિપુટી એમને શોધી છોડાવવામાં સફળ થાય છે. ઉમ્બોપો પ્રોફેસરને સલામત સ્થળે પહોંચાડવા રવાના થાય છે, જ્યારે જેસી-એલન જંગલ તરફ આગળ વધે છે. આગળ વધતાં બન્ને સાહસિકો આદિવાસીઓના પ્રદેશમાં આવી પહોંચે છે. આદિવાસીઓ બન્નેને પકડીને હાથી કરતાં પણ મોટા કદના એક ઘડામાં નાખી દે છે. એ ઘડો ચૂલે ચડેલો હોય છે અને તેમાં વળી પાણી-શાકભાજી વગરે સામગ્રી પહેલેથી નાખેલી જ હોય. એટલે કે આદિવાસીઓએ બન્નેને બાફી નાખવાની પુરતી તૈયારી કરી રાખી હતી. અલબત્ત, ઘડામાં પુરાયા પછી બન્ને ઘડો હલબલાવીને ભાગવામાં સફળ થાય છે પણ ત્યાં તેમની મુલાકાત આફ્રિકી સિંહો સાથે થાય છે. સિંહોથી છૂટકારો મળે ત્યાં વળી વિલન્સ આપી પહોંચે છે. એક પછી એક સમસ્યાઓનો કોઈ પાર નથી. ફરી પ્રવાસ આગળ ચલાવતાં બન્ને વિચિત્ર પ્રદેશમાં પ્રવેશ કરે છે. અહીં આદિવાસીઓનો વસવાટ તો છે પણ એ આદિવાસીઓ તેમના દુશ્મનો નથી. એ મિત્રો છે એટલે મદદ કરે છે. પરંતુ આદિવાસીઓની વિચિત્રતા એ છે કે તેઓ વૃક્ષો પર વસવાટ કરે છે. એટલું જ નહીં તેઓ ઊંધા લટકતા રહે છે એટલે કે વૃક્ષની ડાળીઓ સાથે તેમના પગ ચોંટેલા છે અને માથુ નીચે તરફ છે! ચામાચિડીયાઓની માફક રહેતાં એ આદિવાસીઓ જેસી-એલનની મદદ કરીને તેમને આગળ પહોંચાડે છે. ફરીથી બીજા પ્રકારના આદિવાસીઓ મળે છે. એ આદિવાસીઓમાં જાણે ૧૯મી સદીમાં મહિલા સશક્તિકરણ થઈ ગયુ હોય એમ એક કદરૃપી મહિલા તેની રાણી છે. એલનને અહીં મગરથી ભરેલા કુડં ઉપર ઊંધો બાંધી દેવામાં આવે છે, જ્યારે જેસીને રાણીના સૈનિકો પકડી લે છે. માથે શિંગડા જેવા સફેદ વાળ અને શરીરે ચામડુ વિંટાળેલી રાણી અને તેના સૈનિકો આ બન્નેને ખાસ નુકસાન પહોંચાડે એ પહેલા અલગ પડેલો ઉમ્બોપો આવી પહોંચે છે અને આદિવાસીઓને ઠેકાણે પાડી ત્યાંથી નીકળી પડે છે. બસ હવે નાનકડો જળપ્રવાહ પસાર થઈ જાય એટલે સામે જ દેખાય છે, ગુફા જે સોલોમનની ખીણનું પ્રવેશદ્વાર છે. પણ એક મિનિટ. એમ આસાનીથી સામે કાંઠે પહોંચી શકાશે નહીં. જળપ્રવાહ હકીકતે માણસોને આખા ગળી જાય એવો કાદવ છે. એમાં પગ મુક્યા પછી બહાર નીકળવુ સહેલું નથી. અલબત્ત, ઉમ્બોપો પહેલેથી જ એ વિસ્તારને ઓળખીને એલન સાથે અલગ રસ્તેથી ગુફામાં પ્રવેશે છે. પાછળ પાછળ ટકલુ જર્મન અફસર અને ડોગાતી પણ આવી પહોંચે છે. પરંતુ તેમના કેટલાક માણસો કાદવમાં ફસાઈ જાય છે. અંદર પહોંચ્યા પછી બકનર-ડોગાતી ખજાનાથી ખિસ્સા ભરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમાં સફળતા મળતી નથી. તેઓ ત્યાં જ દટાઈ મરે છે, જ્યારે જેસી-એલન-ઉમ્બોપો સફળતાપૂર્વક બહાર નીકળી શકે છે. થોડો-ઘણો ખજાનો લઈને જેસી-એલન ઘરભેગા થાય છે અને ઉમ્બોપો સ્થાનીક આદિવાસીઓનો રાજા બની જાય છે.
Courtsey: