Samarth Swami Ramdas Rachit Shridasbodha (Gujarati) by Ratnasinh Parmar
સમર્થ સ્વામી રામદાસ રચિત શ્રીદાસબોધ
જ્ઞાન,ભક્તિ અને માનવધર્મનો મહાન ગ્રંથ
સંસાર એક એવો અવસર છે કે તે મરણ તરફ જઈ રહ્યો છે અને આયુષ્યની જે જે ઘડી જાય છે તે તે ઓછી થતી જાય છે.કાળનો સમાગમ નિત્ય થયા કરે છે.ભાવિની ખબર પડતી નથી અને પોતપોતાના કર્માનુસાર મનુષ્યો અનેક દેશોમાં મરણ પામે છે.
સંચિત કર્મોનો શેષભાગ સંપૂર્ણ થાય કે પછી એક ક્ષણનો પણ વિલંબ થતો નથી અને આંખ ઉઘાડમીંચ કરી ન હોય એટલી વારમાંજ દેહનો ત્યાગ કરી જવું પડે છે.