Shakti Vartaman Ni (Gujarati)
શક્તિ વર્તમાનની : આધ્યાત્મિક આત્મબોધ માટે માર્ગદર્શિકા - એકહાર્ટ ટોલ્લ
Gujarati Translation of 'The Power Of Now' By Ekhart Tolle
લેખક એકહાર્ટ ટોલ્લ એમનાં પુસ્તક 'The Power Of Now'-શક્તિ વર્તમાનની માં આપણને સમજાવતાં કહે છે : 'જયારે તમે વર્તમાનમાં હો, તમારું બધું જ ધ્યાન આ ક્ષણ પર -'Now' પર હોય - અબઘડી પર-આ પળ પર હોય ત્યારે તમારા અસ્તિત્વની -'Being'ની અનુભૂતિ થઇ શકે. આ અસ્તિત્વ પ્રત્યે જાગૃત થવું .અને સ્વપ્રાપ્તિ ની સ્થિતિમાં રહેવું એનું નામ જ્ઞાન.
તમે હંમેશ યાદ રાખજો કે તમે ક્યાંય જતાં નથી. બધી જ વસ્તુઓ આવે છે અને જાય છે. પરંતુ જે કંઈ બનતું રહે છે તે તમે નથી. તમે એક શૂન્યાવકાશ છો. જેમાં બધું બનતું હોય છે. ' ભૂતકાળ કે ભવિષ્યકાળમાં જીવવાને બદલે લેખક આપણને વર્તમાન પર આપનું ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું તે શીખવે છે.તેઓ કહે છે : 'મોટા ભાગનું દુ:ખ માણસે પોતે જ ઊભું કરેલું હોય છે. જ્યાં સુધી તમારું મન તમારા જીવનનો દોરીસંચાર કરતું રહે છે ત્યાં સુધી દુ:ખ રહેવાનું જ . આપણે જે દુ:ખ ઊભાં કરીએ છીએ , તે વર્તમાનના અચેતન વિરોધને કારણે છે. દુ:ખની ઉત્કટતા તમે વર્તમાન ક્ષણનો કેટલો પ્રતિકાર કરો છો તેના પર છે. તમે તમારા મન સાથે જેટલી એકાત્મતા -એકરૂપતા 'Identity' રાખો એટલું દુ:ખ . તમે જેટલે અંશે વર્તમાનનો આદર કરી શકો અને 'Now' નો - આ ક્ષણનો સ્વીકાર કરો તેટલું દુ:ખ ઓછું તમે સમજી લો કે વર્તમાન પળ જ તમારી છે. તમારી પાસે છે. તમે એ ક્ષણને જિંદગીનું 'ફોકસ ' બનાવો.
આજે જયારે આપણે આંખ મિચીને બાહ્ય સુખ-સાધન અને સંપતિ પાછળ દોટ મૂકીને રઘવાયા થઇ ગયા છીએ ત્યારે આ પુસ્તક સવિશેષ મહત્વનું બની જાય છે.તેઓ કહે છે કે દુ:ખ ,ચિંતા અને તણાવમુકત જીવન જીવી શકાય એમ છે .'તમારા નિજ સ્વરૂપને પિછાનો અને જુઓ , ત્યાં કેટલી શાંતિ અને આનંદ રહ્યા છે .એ માટે મનમાંથી બહાર નીકળી જાવ અને વર્તમાન ક્ષણમાં આવી જાવ.' આ ક્ષણને જ જીવી જાણીએ , પછી થશે આ ક્ષણ છે એક અવસર - આનંદ, ઉત્સવનો .
( 'આજની ઘડી રળિયામણી' - જયવતી કાજી પુસ્તકમાંથી સાભાર )
The No. 1 New York Times bestseller, The Power of Now is a guide to spiritual enlightenment from a man who is emerging as one of this generation’s clearest, most inspiring teachers. Eckhart Tolle is not aligned with any particular religion but does what all the great masters have done: shows that the way, the truth, and the light already exist within each human being. There is no need to look elsewhere.
During February-March 2002, Eckhart traveled to India to enlighten people on the spiritual path through a series of talks in Chennai and Mumbai, and an eight-day Spiritual Retreat held in Rishikesh. The Indian edition of The Power of Now, already in its twentieth reprint, has sold over two million copies. TheGujarati translation of this book will spread his teaching to an even wider audience.
At the heart of this book, which has already been translated into almost all the major languages of the world, is Eckhart’s own story of early despair that culminated in a life-transforming experience of enlightenment at the age of twenty-nine. He emerged to share insights on the perils of the mind, the power of the present, and the accessibility of one’s true nature.
|