Ranino Khajano (Gujarati Translation of Begums Fortune) By Jules Verne
ફ્રાન્કો - પૃશિયન યુદ્ધથી જુલે વર્ન ખુબ ત્રસ્ત બન્યો હતો. જર્મનીની લશ્કરી તાકાતનો ભય આ લડાઈ દરમિયાન તેણે પારખ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર જગતે એ ભયનો અનુભવ કર્યો.હવે પછીના યુદ્ધો યાંત્રિક શસ્ત્રાસ્ત્રોની સહાયથી થશે તેનું દર્શન તેણે પોતાના જીવનકાળ દરમિયાન કર્યું હતું. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક શોધખોળ કઈ રીતે માંવાન્કલ્યાણ માટે વાપરવી,આદર્શ શહેરોની રચના કેમ કરવી તથા અઢળક ધનનો કેવી રીતે સદુપયોગ કરવો તેના ઉમદા વિચારો દષ્ટિ સમક્ષ રાખી આ નવલકથાનું પોત બનાવાયું છે. રાણીનો ખજાનો ( BEGUM'S FORTUNE ) અંત ભાગમાં જે રીતે મેક્સ બ્રક્મેન અને ઝાનેતના લગ્ન ગોઠવી જુલે વર્ન ભાવવાહી દ્રશ્ય ખડું કર્યું છે તે રીતે પોતાના જીવનમાં પણ ઘડિયા લગ્નનો લહાવો તેણે માણ્યો હતો.