રહસ્યમય એકત્વ (Gujarati Translation of Unio Mystica) - ઓશો " Unio Mystica " પુસ્તક હકીમ સનાઈના પુસ્તક "ધ હદ્દીકા" પર ઓશોએ આપેલ અંગ્રેજી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ છે. "ધ હદ્દીકા" નો અર્થ થાય છે-દિવાલોથી રક્ષાયેલો બગીચો આ પુસ્તક અગત્યનું છે, કારણ અત્યાર સુધી મન અને મનની બહાર જવાના રસ્તાઓ પર અનેક પુસ્તકો લખાયેલા છે પરંતુ હૃદયને વાચા આપતું પ્રમાણિત પુસ્તક કદાચ આ જ છે. બહેરામશા બાદશાહ હિન્દુસ્તાનને જીતવાના ઈરાદાથી પોતાના લશ્કર સાથે જતો હોય છે. તેની સાથે તેનો રાજ કવિ હકીમ સનાઈ પણ હતા અને ત્યાં રસ્તામાં તેમને લાઈખુર નામના રહસ્યવાદીનો તેમના સંગીતના માધ્યમથી ભેટો થાય છે હકીમ સનાઈ સાથે સતોરીની ઘટના ઘટી ગઈ અને હકીમ સનાઈ હિન્દુસ્તાન જતા લશ્કરને છોડી મક્કા વળી ગયા હકીમ સનાઈનો પુન:જન્મ થઇ ચુક્યો હતો. સતોરીની ઘટના હકીમ સનાઈ સાથે જે કઈ બન્યું તે ગજા બહારનું હતું, તેને પચાવવા, તેનાથી ટેવાવવા હકીમ સનાઈ વર્ષો સુધી મક્કા રહ્યા અને જયારે તેને આત્મસાત કરી શક્યા ત્યારે લાઈખૂર પાસે પરત ફર્યા અને "ધ હદ્દીકા" નામનું આ પુસ્તક તેમના દ્વારા અવતર્યું. પ્રસ્તુત પુસ્તકમાં ઓશો ઝેન અને સુફી પરમ્પરાના મૂળભેદ ઉપર દ્રષ્ટિપાત કરાવે છે. ઝેન અતાકર્ય છે. ઝેનમાં અર્થહીનતા છે અને તેની ખૂબી છે જયારે સુફીવાદ તર્કથી ઉપર છે. તે તેની ખૂબી છે. બંને રસ્તા સાચા છે પણ ઝેન નકારાત્મક છે-તે કહે છે તર્ક છોડી ડો જયારે સુફી સકારાત્મક છે તે કહે છે તર્કનો ઉપયોગ કરો.પણ સમીક્ષા ના કરો, સાચા ખોટાનો નિર્ણય ન કરો, જે છે તેનો અહોભાવપૂર્વક સ્વીકાર કરો. આપણા શાસ્ત્રો, આપણા ધર્મો, આપણો સમાજ આપણને સારા ખોટાનો ભાવ આપે છે.