નારી - ઓશો
નારી પુસ્તક ઓશોના અંગ્રેજી પુસ્તક " The Woman "નો ગુજરાતી અનુવાદ છે.સ્ત્રીને ચાહવાની જરૂર છે,સમજવાની નહિ.સ્ત્રી પ્રેમ કરવામાં પુરુષ કરતા વિશેષ શક્તિમાન છે.
પુરુષનો પ્રેમ વત્તાઓછા અંશે એક શારીરિક જરૂરિયાત છે,જયારે સ્ત્રીનો પ્રેમ તેથી કંઈક વિશેષ મહાન,ઉન્નત અને આધ્યાત્મિક અનુભવ છે.એટલે સ્ત્રી એકવિવાહી છે અને પુરુષ બહુવિવાહીછે.પુરુષ દુનિયાભરની સ્ત્રીઓને પોતાની કરવા ઈચ્છશે અને તેમ છતાં તેને સંતોષ નહિ થાય.તેના અસંતોષનો કોઈ અંત નથી,કોઈ સીમા નથી " નારી " નારીના મનોવિજ્ઞાન અને પરિસ્થિતિ પર પ્રકાશ પાડતું ઓશોનું ક્રાંતિકારી પુસ્તક છે.