આત્મીયતા (Intimacy)
ઓશો
જો તમે સરળ છો, પ્રેમાળ છો, નિખાલસ અને આત્મીય છો તો તમે તમારી આસપાસ સ્વર્ગનું સર્જન કરો છો .જો તમે બંધિયાર છો, હમેશા જાતને બચાવી જીવો છો, હમેશા કોઈ તમારા વિચારો, તમારા સ્વપ્નો, તમારી વિકૃતિઓને જાણી જશે એની ચિંતામાં રહો છો તો તમે નરકમાં જીવી રહ્યા છો . -નર્ક તમારી અંદર જ છે -અને એ રીતે સ્વર્ગ પણ તમારી અંદર જ છે, એ બંને કોઈ ભૌગોલિક ક્ષેત્રો નથી . એ તમારા આધ્યાત્મિક અવકાશો છે . તમારી જાતને શુદ્ધ કરો . અને ધ્યાન એ બીજું કશું નથી પરંતુ તમારા મનમાં એકત્ર થયેલા કચરાની સફાઈ માત્ર છે . જયારે મન શાંત હશે અને હૃદય ગાતું હશે, ત્યારે તમે કોઈ પણ પ્રકારના ભય વિના અતિશય આનંદ સાથે આત્મીય બનવા તૈયાર હશો આત્મીયતા વિના તમે અહીં અપરિચિતોની વચ્ચે એકલા છો . એકાંકી છો . અને આત્મીયતા સાથે તમે તમને ચાહનારા લોકોથી ઘેરાયેલા હશો . આત્મીયતા એક મહાન અનુભવ છે . માણસે એ અનુભવ ચૂકવો ના જોઈએ .
ઓશો દ્વારા અન્ય પુસ્તકો:-
1. પ્રજ્ઞા (Intelligence)
2. મુક્તિ (Freedom)
3. પરિપક્વતા (Maturity)
4. સાહસ (Courage)
5. આનંદ (Joy)
6. સજાગતા (Awareness)
7. અંત:સ્ફૂરણા (Intution)