Puran Ane Vigyan (Drushant Darshan) By Vaju Kotak
પુરાણ અને વિજ્ઞાન - વજુ કોટક
સમુદ્ર તરેહ તરેહના રસાયણોનો ભંડાર છે. એક આયોડીનનો દાખલો લો. માણસ વિજ્ઞાન અને ઉધોગની મદદથી સમુદ્રમાંથી આયોડીન મેળવી શકશે નહિ, પરંતુ સમુદ્રના તુચ્છ પ્રકારના જીવો અને શેવાળ પોતાના શરીર વાટે સમુદ્રનું પાણી ગાડીને એમાંથી આયોડીન અને બીજા કેટલાંક રસાયણો મેળવે છે. આમ વનસ્પતિ અને તુચ્છ જીવોના શરીર કેવી અજાયબ રસાયણશાળાનું કામ કરે છે! આપણે વિજ્ઞાનમાં ગમે તેટલા આગળ વધ્યા, પરંતુ કુદરતની આવી કરામતો જોઈ ને એમ લાગે છે કે આપણે તો હજી કઈ જાનતા નથી. કીડી જાણે સમૃદ્રનો તાગ મેળવવા નીકળી પડી હોય એવા આપણે છીએ.