Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Narendra Modi Ek Rajkiya Jivankatha (Gujarati Translation Of Narendra Modi A Political Biography)
Andy Marino
Author Andy Marino
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788184409703
No. Of Pages 245
Edition 2014
Format Hardbound
Language Gujarati
Price रु 399.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635359486163898652.jpg 635359486163898652.jpg 635359486163898652.jpg
 

Description

Narendra Modi – Ek Rajkiya Jivankatha

નરેન્‍દ્ર મોદી - એક રાજકીય જીવનકથા'
એન્‍ડી મરીનો

 

નરેન્‍દ્રમોદી' એક રાજકીય જીવનકથા' બ્રિટિશ લેખક અને ટીવી પ્રોડયુસર  એન્‍ડી મરીનોએ આલેખ્‍યુ છે. જેનો ગુજરાતી અનુવાદ વિરલ વસાવડાએ કર્યો છે. પૂરા એક વર્ષના ઉંડા સંશોધન, અનેક વ્‍યકિતઓની મુલાકાત લઇ તેના દ્રષ્‍ટિકોણ તપાસી તથા મહિનાઓ સુધી નરેન્‍દ્રમોદી સાથે ફરી તેમની સાથે વિસ્‍તૃત વાતચીત કરી સંપૂર્ણ શાંતચિતે પૂર્વગ્રહમુકત અને સંપૂર્ણ વાસ્‍તવિકતા સાથે પુસ્‍તક મોદિત્‍વ પર સંશોધનાત્‍મક આલેખન કર્યુ છે
એન્‍ડીમરિનો એવા એકમાત્ર વિદેશી લેખક છે. જેને નરેન્‍દ્ર મોદી સાથે ઘરોબા કેળવીને નજદીક જવાની તક મળી છે. તેઓ નરેન્‍દ્રમોદી સાથે હેલિકોપ્‍ટરમાં ઉડયા છે. અને તેના કુટુંબીઓ, મિત્રો, દુશ્‍મનો અને અન્‍ય નેતાઓ સાથે વાતચીત કરી છે. હવે ચૂંટણીના પરિણામો બાદ જયારે મોદીસાહેબને માત્ર વડાપ્રધાન પદના શપથ લઈ લીધા છે. ત્‍યારે ભારતની ટીવી ચેનલો ૨૪ કલાક તેમને નાનપણમાં મોદી તેમને ગિલ્લી દંડામાં હરાવનારને કેવી રીતે જીવનભર માટે ગિલ્લદંડાનો ‘ગ' ભૂલાવી દેતાથી લઇ આજે તે (અનેક વિરોધીઓની નીંદ હરામ કરી) ડાબા પડખે સૂવે છે કે જમણા સુધીની વાતો ‘લાઇવ' બતાવતી રહેશે પરંતુ એન્‍ડી મરિનોએ અઠવાડિયાઓ સુધી તેને નજીકથી કામ કરતાં જોયા છે.દેશના અને મોદીના ‘દૂઝતા જખમ સમાન ૨૦૦૨ ના રમખાણીની કલાકે કલાકની વિગતો એકઠી કરી છે. તથા મોદીએ સ્‍વયં પ્રથમવાર કોઇ સાથે આ વિશોદિલ' ખોલ્‍યુ છ!!

      ‘રેલી પૂરી થઇ અને પાછા અમે હેલિકોપ્‍ટરમાં બેઠા, ત્‍યારે મોદી કેટલાક કાગળો ગોઠવી રહ્યા હતાં અને તેમને મોકલાયેલા ઇ-મેઇલ્‍સના પ્રિન્‍ટ આઉટ વાંચવામાં મશગુલ હતાં. મોદીએ એ કાગળો અને વાંચવા માટે આપ્‍યા. એક યુક્રેનિયન મહિલાએ તેમને પત્ર લખ્‍યો હતો. હાલમાં જ તેણીએ એક ભારતીય જોડે લગ્ન કર્યા હતા. અને ધીમેધીમે ભારતને ઓળખી રહી હતી. ગુજરાતમાં મોદીએ જે કામ કર્યુ એ બદલ તે મોદીને અભિનંદન આપી રહી હતી. પણ તેનો મુખ્‍ય આશય ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી જ હતો. તેણીના મતે ઓરેન્‍જ રિવોલ્‍યુશમાં યુકેનમાં બદલાવ લાવવાની તક તેઓ વેડફી ચૂકયા હતાં. પરંતુ જો તમને ભારતમાં બદલાવ લાવવાની તક મળે તોતે ગુમાવશો નહિ અને અમને નિરાશ કરશો નહી કેમકે તમારા સિવાય બીજું કોઇ નથી જે આ કામ કરી શકે!!

      એક વિદેશી મહિલાની ગુજરાતના વડનગર જેવા નાના સેન્‍ટર માંથી આવેલા પછાતવર્ગના એક ગરીબ છોકરા પરની આ શ્રદ્ધા કઇ લાયકાતના બળ પર સમજાવી ? એ જ શ્રદ્ધા સમગ્ર ભારતની પ્રજાએ મૂકી છે તેનું કારણ આ પુસ્‍તકમાં જડી રહે છે. જેને સતત વિભાજનકારી વ્‍યકિત તરીકે ફાસીસ્‍ટ  અને સરમુખત્‍યાર જેવી માનસિકતા ધરાવનાર, ભ્રામક અને આભાસી વિકાસના પ્રચારક તરીકે ભારતીય મીડિયા જેને ચીતરતું રહ્યું છે. તેની વિરાટ પ્રતિમા ને લેખકે નિહાળી છે  અને લોકો સાથે સીધુ તાદાત્‍મય સાધી લે છે. તેઓ એક પણ નોંધનો સહારો લીધા વિના એકધારૂ અને અસ્‍ખલિત બોલે છે. ત્‍યારે તેમને એકપણ શબ્‍દ શોધવો પડતો નથી. બહુ બોૈદ્ધિક નહી છતાં હૃદય સોંસરવી નીકળી જાય તેવી ધારદાર રજુઆત કરી તેઓ લોકો સાથે તાલમેલ સાધે છે અને સામાન્‍ય માણસની ભાષા બોલી તે સીધા લોકોના હૃદયમાં ઉતરી જાય છે, આ વખતે તેમની બોડ લેંગ્‍વેજ સંપૂર્ણ હોય છે. પહેલા એક હાથ ઉચોં કરી અને પછી બીજો હાથ તથા તેમનો અવાજ ઉંચકાય અને ધીમેથી નીચો આવે બીજો હાથ તેથા તેમનો અવાજ  અને ધીમેથી નીચો આવે છે અને ક્રોગ્રેસ તથા બીજા પક્ષોનો કરચરધાણ બોલી જાય છે.

      ૧૯૭૧ના યુદ્ધ પછી જન્‍મેલાં બાંગ્‍લાદેશમાં પાકિસ્‍તાન તરફીઓએ કત્‍લેઆમ ચલાવી ૫ લાખ જેટલા લોકોને મારી નાખ્‍યા અને જે એક કરોડ જેટલા બાંગ્‍લાદેશી શરણાર્થીઓ ભારતમાં ધૂસી આવ્‍યા તેના પ્રત્‍યે પૂરા વિશ્વ સાથે આર. એસને પણ સહાનુભૂતિ હતી. આર.એસ.એસ. ના સેવકોએ લશ્‍કરમાં જોડવાની માંગણી સાથે બાંગ્‍લાદેશ એકતા ચળવળને ટેકો આપી સત્‍યાગ્રહ અને ધરણાં કર્યા તેમાં નરેન્‍દ્રને પણ જેલમાં મોકલી દેવાયા. ત્‍યાંથી બહાર આવતાં જ વકીલ સાહેબ તરીકે ઓળખાતાં લક્ષ્મણરાવ ઇનામદાર જે નરેન્‍દ્રના માર્ગદર્શક અને સલાહકાર હતાં તેમણે નરેન્‍દ્રની આર. એસ. એસ. માં કાયદેસર ભરતી કરી  અને થોડા જ સમયમાં મોદી હેડગેવાર ભવનમાં બધા જ નિર્ણયો અને વહીવટ માટે અનિવાર્ય બની ગયાં. તેઓ કહેતાં કે કોઇ પણ કામ લાંબુ વિચારવાને બદલે પૂરી પ્રતિબદ્ધતાથી કરવું જઇએ. જો હું કાર સાફ કરનારો હોત  તો પણ એ કામ એટલી જ પ્રતિબદ્ધતા થી કરત કે માલિક ખુશ થાય. કટોકટી સમયે તેમણે જીવના જોખમે પણ  ખૂબ સારૂ કામ કરેલું.

      મોદી ભાજપમાં પ્રવેશ્‍યા ત્‍યારે ગુજરાત સહિત દેશ આખામાં કોમી તણાવ ચાલતો હતો. ગુજરાત તો ત્‍યારે ધણા કોમી હુલ્લડો ખાસ કરીને અમદાવાદમાં જોઇ લીધેલોં. ૧૯૮૭ માં તેઓ ભાજપમાં જોડાયા અને તેમના વધતા જતાં પ્રભાવથી કરેલા શંકરસિંહ અને કેશુભાઇ પટેલ તેમને ગુજરાત બહાર તગેડી મૂકયા તે તેમના માટે વરદાનરૂપ સાબિત થયું અને તેઓ વિવિધ રાજ્‍યોના નેતાઓના સંપર્કમાં આવ્‍યાં અડવાણી તેમને ખૂબ પસંદ કરતા હોવાથી ૧૯૬૪ માં તેને ગુજરાત પાછા મોકલ્‍યા અને મોદીએ પોતાના જોર પર વિધાનસભાની ૧૯૯૫ ની ચૂંટણીમાં ભાજપને જબરદસ્‍ત વિજય અપાવ્‍યો છતાં શંકરસિંહને કારણે ફરી એકવાર ગુજરાત છોડી તેને છેક આસામ જવું પડયું જોકે અડવાણીના પ્રેમે તેને ફરી ભાજપના રાષ્‍ટ્રીય જનરલ સેક્રટરી બનાવી દીધા. એમ કહેવાય છે ને કે રાજકારણમાં હરીકો તમારા સામા પક્ષે હોય પરંતુ દુશ્‍મનો તમારા ખુદનાજ પક્ષમાં કાશ્‍મીરમાં ભારતનો ઝંડો અલગતાવાદીઓના જોર વચ્‍ચેય લહેરાવ્‍યો ત્‍યારે કોઇએ નરેન્‍દ્રને બખ્‍તર પહેરવાનું સુચન કરેલુ સલામતી માટે ના પાડી પ્રચડ  મનોબળના દર્શન કરાવેલા તે વાતને યાદ કરી તેઓ હસી પડતાં કહે છે. કે, મારી પોતાની પાર્ટીના અમુક લોકો કરતા આ ત્રાસવાદીઓની બીક મને ઓછી લાગતી હતી. ગુજરાત બહાર ના નિવાસને આ ‘આનંદી કાગડા' એ વનવાસને બદલે ઉત્‍પાદક વર્ષોમાં ફેરવી નાખ્‍યાં. પક્ષના પ્રવક્રતા બન્‍યા અને ૪૦ કરતાં વધુ દેશો ની યાત્રા કરી તેઓએ ત્‍યાંના વિકાસના કારણો જાણવામાં રાજકીય મુત્‍સહીગીરી શીખવા કરતાં વધુ રસ દાખવ્‍યો.

       એક દક્ષિણ ભારતીય ગાંધીવાદીના મતે ભ્રષ્‍ટાચાર પ્રેગનેન્‍સી જેવો છે. એક ચોકકસ પિરીયડ પછી તેને કન્‍ટ્રોલ કરી શકાતો નથી મોદીની ગેરહાજરીમાં શંકરસિંહની સરકાર ભ્રષ્‍ટાચારના આરોપ હેઠળ ગઇ તેના સ્‍થાને આવેલી કેશુભાઇની સરકાર પણ ભ્રષ્‍ટાચાર અને સગાવાદને કારણે ખુદના જ પગ પર કુહાડો મારવા લાગી અધુરૂ હતું તે ૨૦૦૧ ના ભૂકંપમાં દાખવેલી બેદરકારીએ પૂરૂ કર્યુ અને સમસ્‍યાઓના શંભુમેળા વચ્‍ચે વાજયેથીજીની આજ્ઞાથી તેઓ ગુજરાતની ગાદી સ્‍વીકારી  ત્‍યારે તેમને સરકારી વહીવટનો કોઇ અનુભવ નહોતો.

      મુખ્‍યમંત્રીનો હોદો ગ્રહણ કરી. માના આશીવાર્દ મેળવવા ગયા ત્‍યારે તેમની માતાએ એકજ વાકય કહેલુ, દીકરા, કયારેય લાંચ ન લઇશ! ગાદી ગ્રહણ કર્યાના માત્ર ચાર જ માસમાં ગોધરા કાંડમાં કારસેવકોને લઇ આવતી  સાબરમતી એકસપ્રેસ પર ૨૦૦૦ જેટલા મુસ્‍લિમોના ટોળાએ હુમલો કરી ૫૯ વ્‍યકિતઓને જીવતી સળગાવી દીધી તે ૨૭ મી ફેબ્રુઆરીનો દિવસ મોદી વિધાનસભામાં બજેટ રજૂ કરવાનુ હતું તે પતાવતાં જ આ  દુર્ઘટનાના સમાચાર મળતા તેઓ ત્‍યાં દોડી ગયા અને જાહેર કર્યુ કે સરકાર તેની ફરજ ચુકશે નહિ મંદિર મસ્‍જીિદ બન્‍ને સ્‍થળે સલામતી ગોઠવી દેવાઇ ગોધરા સહિત ૨૮શહેરોમાં કફર્યુ લાદી દેવાયો. બીજા દિવસે વિશ્વ હિન્‍દુ પરિષદે રાજય વ્‍યાપી બંધનું  એલાન આપેલું તેના સંદર્ભમાં કેન્‍દ્રમાંથી ફોર્સની મદદ માંગી લીધી. પરંતુ લશ્‍કર બોર્ડર પર હોવાથી કોઇ મદદ ન મળતા રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને મહારાષ્‍ટ્રની સરકારો પાસે પણ હથિયારધારી પોલીસ ટુકડીઓની માગ કરી, જેને તેઓએ ધ્‍યાન પણ ન લીધી અમદાવાદ  મ્‍યુ.કોર્પોરેશનમાં કોંગ્રેસીઓની હાજરી ઉડીને આંખે વળગે તેવી રીતે સાબિત થયેલી હોવા છતા માત્ર ૪૮ કલાકમાં તોફાનો પર કાલુ મેળવી લેનાર મોદી પર આ વિષયે આટલા વર્ષે પણ કોંગ્રેસ અને અન્‍યો માછલા ધોવાનું ચૂકતા નથી.

       ગાદી પર આવતાંની સાથે પહેલાં જ કોળિયે માખીને બદલે મગરમચ્‍છ આવ્‍યો કહી શકાય એવા બનાવના સમગ્ર વિશ્વમાં નકારાત્‍મક પડયાં અને આ ધટનાના ખોટા સાક્ષીઓ જે પેૈસા ખાઇ તાલીમ બદ્ધ થયેલો હતા. તેમાંથી સત્‍ય બહાર લાવવામાં નાકે દમ આવી ગયો સંચાર માધ્‍યમો અને વિરોધીઓએ પોતાના સ્‍વાર્થને કારણે આમાં જે વરવી ભૂમિકા  ભજવી તે અત્‍યંત અમાનવીય છે. આજે આટલા વર્ષ પછી પણ તેમની સામે કોઇ ચાર્જશીટ કે એફ. આઇ. આર થઇ નથી અને સુપ્રિમકોર્ટ તથા ‘સીટ' એ એમને બાઇજ્જત મુકત કર્યા છે. ત્‍યારે કોઇપણ પ્રકારના દોષ વિના આટલા વર્ષો તેમણે પ્રચંડ યાતના ભોગવી છે. ભૂતકાળમાં ભારતને અનેક હત્‍યાકાંડો જોયા છે. જેમાં મોટા ભાગના સમયે કોગ્રેસ કે અન્‍યોનું શાસન હતું પરંતુ તેને ઇરાદાપૂર્વક ભૂલાવી દેવાયા છે. છતા મોદીએ આ કલંકને પોતાના કાર્યો દ્વારા ધોવાનું નક્કી કર્યુ અને મૂંગા મોએ પોતા કામમાં લાગી ગયાં. કહેવાય છે ને કે જયારે તમે ચૂપચાપ કર્મ કરો છો ત્‍યારે સફળતા ચિલ્લાય ચિલ્લાયને બોલ છે અને ભારતની પ્રજા આજે તેમની સાથે સમગ્ર વિશ્વ સફળતાનુ સાક્ષી બની રહ્યું છે.

      આ ઘટના બાદ ત્રણ વખત તેઓ મુખ્‍યમંત્રી તરીકે પસંદ થયા છે. અને અનેક યોજનાઓ દ્વારા ગુજરાતના વિકાસને દુનિયા ભરમાં નોંધપાત્ર બનાવી દીધો છે. બાકીના પુસ્‍તકમાં તેમની વિકાસગાથાને આકારાઇ છે. તે એક ગુજરાતી તરીકે દરેક જાણવા જેવી છે. તેમના મતે ગરીબોને માત્ર અનાજ આપવાથી તેની ગરીબી દૂર થવાની નથી તેને ક્ષમતા થી પરિચિત કરી વિકાસયાત્રામાં જોડવો પડશે. ભારત માટે એવુ કહેવાય છે. કે અહીના લોકો પોતાના ગમતા ઉમેદવારની તરફેણમાં નહિ પરંતુ ન ગમતા ઉમેદવારની વિરૂદ્ધમાં મતદાનની કરે છે.પરંતુ ૨૦૧૪ ની ચૂંટણીએ સાબિત કરી આપ્‍યુ કે લોકોએ પોતાને ગમતા ‘મોદી' માત્રને માત્ર' મોદી' ના નામે મત આપ્‍યાં છે. સંપૂર્ણ સકાત્‍મકતા સાથે વિકાસ અને ક્ષમતાપૂર્ણ જીવનની આશામાં મત આપ્‍યા છે. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ અમેરિકી રાજદૂત નેન્‍સી પોવેલ અને મોદી વચ્‍ચે મુલાકાત થઇ તેમાં તેઓએ જણાવેલું કે મે-૨૦૧૪માં મોદી વડાપ્રદાન બને તેવી તમામ શક્‍યતાઓ અમેરિકા જોઇ રહ્યુ છે. અમેરિકાને ભારત સાથેના આર્થિક સંબંધો બહુ મહત્‍વ ના છે. જો દોસ્‍તી કેળવવાની માટે જ હોય તો હવે બહુ મોડુ કરવાની જરૂર નથી! વિશ્વ એક સર્વોચ્‍ચ મહાસતાનુ મોદી તરફનું આ વલણ તેની તાકાત દશાર્વવા પૂરતું છે.

      આઠ વર્ષની વયે RSS નું શરણ

      અલગ ગુજરાતની ચળવળ, ચીન સાથેના યુદ્ધમાં ભારતની નામોશી... આ બે ઘટનાની મોદીના બાળ માનસ પર જબ્‍બર અસર થઈ હતી * સૈનિક બનવું તું, પિતાએ ના પાડી * ૧૭ વર્ષની વયે ગૃહત્‍યાગ કરી હિમાલય ઉપડયા

      પ્રથમ પ્રકરણમાં શરૂઆતનાં એ વર્ષો નામે મોદીના જન્‍મ સમયની ૧૯૫૦ ના સમયની રાજકીય પરિસ્‍થિતિનું આલેખન છે. મોદીના બાણપણ, કુટુંબ તથા બાળપણના કિસ્‍સાઓના વર્ણનો જેના પરથી ભારતના આ પનોતા પુત્રના પારણામાંથી લક્ષણો પારખી શકાય છે. ત્‍યાગ અને અધ્‍યાત્‍મના ક્ષેત્રમાં પ્રવેશ તેમના જાત પરનો વિજય, નિર્મળ ચરિત્ર અને દ્રઢ ઇચ્‍છા શકિત સાબિત કરે છે. વિશ્વ ના ખૂણેખૂણામાં વસનારી ગુજરાતી પ્રજાની વિશિષ્‍ટ ઓળખ તથા વ્‍યકિતત્‍વથી કંઇક  પ્રભાવિત હોય તેમ લેખક સાંકેતિક ગણે છે. માત્ર આઠ વર્ષની નાની ઉમંરે નરેન્‍દ્ર રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘની સ્‍થાનિક શાખામાં પ્રવેશ લીધેલો અને આ નિર્ણય જ તેમની જીંદગી ની દિશા બદલનારો બની રહ્યો. એક બાળકને રાજકારણ શુ કહેવાય તેની શુ ખબર હોય છતાં ૧૯૫૬ થી શરૂ થયેલ અલગ ગુજરાતની માંગની ચળવળ હોય કે ૧૯૬૨ માં ચીને કરેલું આક્રમણ અને તેમાં થયેલી ભારતની નામાશી આ બનાવોએ તેના બાળમાનસ પર જબરદસ્‍ત અસર થેલી અને તેમણે સૈનિક બનવાનો પ્રસ્‍તાવ કુંટુબ સમક્ષ રાખ્‍યો પરંતુ  પિતાએ ફગાવી દીધો ત્‍યાં શરૂ થયુ ૧૯૬૫ નું પાકિસ્‍તાન સામેનુ યુદ્ધ ઘાયલ સૈનિકોનૈ ટ્રેનમાં નરેન્‍દ્ર મફત ‘ચા' પીવડાવી મન મનાવતા રહ્યા પરંતુ માત્ર ત્રણ વર્ષની વયે માતા પિતાએ તત્‍કાલીન માન્‍યતાઓ અનુસાર પોતાના બાળલગ્ન કરી દીધેલા તે બંધનમાં ન પડતા વિદ્રોહ કરી ઉઠેલા મન સાથે તેઓએ મહાભિનિષ્‍ક્રમણ કર્યુ અને એક અજંપા સાથે માત્ર ૧૭ વર્ષની વયે હિમાલયગમન કર્યુ. બસ ત્‍યારથી શરૂ થયેલી જુદા - જુદા રાજ્‍યો વચ્‍ચની ભ્રમણગાથા  ‘રઝળપાટા' નામના પ્રકરણમાં આલેખાયેલી છે.

Subjects

You may also like
  • Aatam Vinjhe Paankh
    Price: रु 300.00
  • Agan Pankh (Gujarati Translation of Wings of Fire)
    Price: रु 225.00
  • Sardar Patel Ek Sinh Purush
    Price: रु 500.00
  • Bakshinaama
    Price: रु 650.00
  • Billo Tillo Touch
    Price: रु 225.00
  • Dharti Jyaan Dhingan Manekh
    Price: रु 100.00
  • Sampatti Nu Sarjan (Gujarati Translation of The Creation of Wealth) A Tata
    Price: रु 350.00
  • Addhe Raste
    Price: रु 160.00
  • Sidha Chadhaan
    Price: रु 170.00
  • Dhirubhaism (Gujarati)
    Price: रु 125.00
  • Avrodho Ni Aarpaar
    Price: रु 120.00
  • Mara Anubhavo
    Price: रु 225.00