MICROSOFT NA SARJAK BILL GATES પરિવર્તન એ માત્ર સંસારનો જ નિયમ નથી, એ તો સમસ્ત ઉઘોગજગતનો પણ નિયમ છે. સૉફટવૅરની દુનિયાની સીમાઓ વધારીને આવતી કાલની પેઢી માટે કશુંક મહત્ત્વનું પ્રદાન કરવું એજ બિલ ગેટ્સની સફળતાનું રહસ્ય છે. સુખ અને સફળતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ આ પ્રતિભાશાળી વ્યક્તિઓ નાનપણથી જ પારખી લીધેલો. તેઓ કહે છે : સુખ એટલે તમે જે મેળવી શકો છો એની ઇચ્છા, પણ સફળતા એટલે તમારે જે જોઈએ છે તે મેળવવું. "જ્યાં સુધી તમે આપતા રહેશો ત્યાં સુધી તમને મળતું રહેશે' એ સૂત્રને બિલ ગેટ્સે શિક્ષણક્ષેત્રે અને આરોગ્યક્ષેત્રે દાનના પ્રવાહથી ચરિતાર્થ કર્યું છે. Microsoftના વિરાટ સામ્રાજ્યના પાયામાં રહેલાં વિઝનરી બિલ ગેટ્સના જીવન અંગેની ધણી જ પ્રેરણાત્મક વાતો તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે. કમ્પ્યૂટરથી કર્ણ સુધીની સફરના મહારથી એટલે બિલ ગેટ્સ!