Maro Sangharsh (Gujarati Translation Of Mein Kamph) (Complete)
Adolf Hitler
મારો સંઘર્ષ ( હિટલરની આત્મકથા )
એડોલ્ફ હિટલર
· જર્મનીના સરમુખત્યાર અડોલ્ફ હિટલર આજે પણ લોકજબાન પર છે. એના આતતાયીપણાની કથાઓ આજે ચર્ચાને ચગડોળે ચડે છે, ત્યારે લોકો નિ:શ્ર્વાસ સિવાય બીજું કશું મૂકતાં નથી. યહુદીઓની સામૂહિક કત્લેઆમ કરી વિશ્ર્વ જીતવા માટે વિશ્ર્વ-સંહારે નીકળેલા આ મનસ્વી સરમુખત્યારના પુસ્તક ‘મૈન કેમ્ફ" નો ગુજરાતી ભાવાનુવાદ છે.
મૈન કેમ્ફ’માં એડોલ્ફ હિટલરની એ વિચારધારાનો આલેખ છે, જે નાઝીવાદનો પાયો બની હતી. સરકાર ઉથલાવી પાડવાના છાના, પણ અચાનક અમલમાં મુકાયેલા અને નિષ્ફળ ગયેલા બિયર હોલ બળવાને પગલે હિટલર જ્યારે બાવરિયામાં કેદમાં હતો ત્યારે તેણે ૧૯૨૪માં આ પુસ્તક લખ્યું-લખાવ્યું હતું. જર્મનીનો આ નેતા બીજા વિશ્ર્વ યુદ્ધમાં ઊતરવાની તૈયારી કરતો હતો ત્યારે એણે અમલમાં મૂકેલી બે બાબતો આ પુસ્તકમાં જણાવી છે.
મૈન કેમ્ફ’ એ હિટલરના ઈરાદાઓનું અતિશય મહત્ત્વનો દસ્તાવેજ છે. તેણે નાઝીઓ સત્તામાં આવ્યા તે પહેલા આ પુસ્તક ૧૯૨૪થી ૧૯૨૬ દરમિયાન બે ભાગમાં લખ્યું હતું. સરકારને ઉથલાવી પાડવાના તેમના ભયાનક ઈરાદામાં નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી-નાઝીઓએ કવેળાનો ૧૯૨૩માં બળવો કર્યો હતો, પણ એ નિષ્ફળ જતા પક્ષ પર પ્રતિબંધ આવી ગયો હતો અને હિટલરને જેલવાસ ફટકારવામાં આવ્યો હતો. તેણે ત્યાં પહેલા ભાગનો ઘણો બધો હિસ્સો લખી નાખ્યો હતોે, એમાં મોટાભાગે પોતાને મહાન ચિતરતી તેની આત્મકથા અને તેના પક્ષના ઈતિહાસની વાત હતી. બીજો ભાગ હિટલર બાવરિયા આલ્પસના પર્વતોમાં ઘર બનાવીને રહેતો હતો ત્યારે લખ્યો હતો. તેમાં નાઝીઓની યોજનાની વિગતવાર વાત કરી હતી. હિટલરની લખવાની શૈલી જટિલ શબ્દોના આડંબરવાળી અને ભવ્ય હકીકતો કહેતી હોય એવી હતી.
હિટલરના જર્મની સામે અકત્ર થયેલાં સાથી રાષ્ટ્રોએ હિટલરને ૧૯૪૫માં હરાવ્યો હતો. હિટલર દ્વારા કરાયેલી કત્લોેઆમનો યહૂદીઓ ભોગ બન્યા હતા. આજે યહૂદીઓ આ પુસ્તકના ફેર-પ્રકાશનને આવકારે પણ છે અને અંદરખાને ખચકાટ પણ અનુભવે છે. બ્રિટનના યહૂદી સમુદાયના વરિષ્ઠોએ સાવધાની સાથે પુસ્તકના ફરી પ્રકાશનને આવકાર્યું હતું. સામે પક્ષે જર્મનીમાં જ અનેકોને આ પુસ્તકના ફેર-પ્રકાશનને પગલે ફરી નાઝીવાદ ઊભો થશે અને ફરી હિટલર જેવો કોઈ આવે તો શું, એવા ભયે પુસ્તકના ફેર-પ્રકાશનને આવકારતા ખચકાય છે. ફરી હિટલરના હાઉનો ભય અસ્થાને નથી, કારણ કે નાઝીવાદના શાસનમાં જે અત્યાચાર થયા છે તે માત્ર વાંચવાથી પણ રૂંવાડા ખડા કરી દે છે.
|