Mari Jivankatha (Gujarati Translation of Playing It My Way) By Sachin Tendulkar
મારી જીવનકથા -સચિન તેંડુલકરની આત્મકથા
મહાન ભારતીય બેટ્સમેન અને ‘ભારત રત્ન’ સચિન તેંડુલકરે પોતાની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માઇ વે’ પુસ્તકને લોન્ચ કર્યા પહેલાં ઘણી ચર્ચામાં આવી ગઇ છે. આ આત્મકથામાં ભારતીય ક્રિકેટના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ સાથે જોડાયેલા વિવાદ અને તેમની કેપ્ટનશીપ દરમ્યાન તે ફેલ રહ્યો હતો એ ભાગે પણ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. સચિને પોતાના જીવનના ઘણા અંશોને પોતાની આત્મકથામાં સમાવેશ કર્યો છે.
પ્રસ્તુત પુસ્તક તમને સચિનના જીવન સાથે જોડાયેલા કેટલાક રોચક Facts વિશે જણાવી રહ્યું છે.
કપિલ દેવે કોચ તરીકે કર્યો નિરાશ ઓલરાઉન્ડર કપિલ દેવે કોચ તરીકે સચિન તેન્ડુલકરને નિરાશ કર્યો હતો એ વાતનો ઉલ્લેખ સચિને પોતાની આત્મકથામાં કર્યો છે. તેના મતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તે કપિલ દેવથી ઘણો નિરાશ થયો હતો, કારણ કે કોચ તરીકે તેમણે ટીમની સ્ટ્રેટેજીમાં ભાગ નહોતો લીધો. પોતાના પુસ્તકમાં સચિને લખ્યું હતું કે ‘કપિલ દેવ પાસે મને ઘણી અપેક્ષા હતી. બીજી વખત હું કેપ્ટન બન્યો ત્યારે મારી સાથે કોચ તરીકે કપિલ દેવ હતા, જેઓ ભારતના સૌથી મહાન બેટ્સમેન હતા તથા વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પૈકીના એક હતા એથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન મને તેમની પાસે ઘણી અપેક્ષા હતી. હું હંમેશાં કહેતો રહ્યો છું કે કોચની ભૂમિકા ઘણી મહત્વની હોય છે જે ટીમની સ્ટ્રૅટેજી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં કપિલથી શ્રેષ્ઠ બીજું કોણ હોઈ શકે જે મને મદદ કરી શકે. પરંતુ કપિલ દેવની ભાગીદારીની પદ્ધતિ તથા વિચારપ્રક્રિયા સીમિત હતી. પરિણામે તમામ જવાબદારી કેપ્ટન પર આવી જતી હતી. સ્ટ્રેટેજીની ચર્ચામાં તેઓ હાજર નહોતા રહેતા અને પરિણામે અમને મેદાન પર મદદ નહોતી મળતી.’ દ્વવિડથી નારાજ ૨૦૦૪ની મુલતાન ટેસ્ટ-મૅચમાં સચિન તેન્ડુલકર ૧૯૪ રને રમતમાં હતો ત્યારે સ્ટેન્ડ ઇન કેપ્ટન રાહુલ દ્રવિડે અચાનક દાવ ડિક્લેર કરી દીધો હતો. પરિણામે નારાજ સચિને પોતે અનુભવેલી લાગણી વિશે પોતાની આત્મકથામાં વિસ્તારપૂર્વક લખ્યું છે. સચિનના મતે આ નિર્ણય પાછળ કોઈ તાર્કિક કારણ નહોતું. તેણે રાહુલ દ્રવિડને કહ્યું હતું કે મને એકલો મૂકી દેવામાં આવે જેથી ડબલ સેન્ચુરીની તક ગુમાવ્યાના દુ:ખમાંથી હું બહાર આવી શકું. જોકે મેં રાહુલને ખાતરી કરાવી દીધી હતી કે આ નિર્ણયથી મારી રમતમાં કોઈ ફરક પડશે નહીં, પરંતુ જે ઘટના બની હતી એનાથી હું ઘણો નિરાશ હતો.’ જોકે સચિનના મતે આવા નિર્ણય બાદ મારા અને રાહુલ દ્રવિડના સંબંધોમાં કોઈ તિરાડ નહોતી પડી. ત્યાર બાદ બન્નેએ સાથે રમીને ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. કેપ્ટનપદેથી અપમાનજનક હકાલપટ્ટી પોતાની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે' માં સચિને શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ ડ્રો સિરીઝને યાદ કરી છે. જેના પછી તેને કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવેલો. સચિનના કહેવા અનુસાર તેને અત્યંત અનૌપચારીક ઢબે કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવેલો. ક્રિકેટ બોર્ડ દ્વારા તેને આ વિશે કોઇ જાણકારી આપતો ફોન પણ કર્યો ન હતો. તેને તો મીડિયામાંથી ખ્યાલ આવ્યો હતો કે તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવ્યું છે વર્લ્ડકપ માટે વિશેષ તૈયારી બુધવારે લોકાર્પણ થયેલી પોતાની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’માં તેણે આ મેગા ઇવેન્ટ માટે કઈ-કઈ તૈયારીઓ કરી હતી એનું વિશેષ વર્ણન કરતાં કહ્યું હતું કે ‘સાઉથ આફ્રિકાની ટેસ્ટ-સિરીઝ બાદ વન-ડે સિરીઝ હતી અને એ અમારી વર્લ્ડ કપ માટેની તૈયારીના ભાગરૂપ હતું. જોકે મારા જમણા હાથના સ્નાયુઓ ખેંચાતાં મારે સ્વદેશ પાછા ફરવું પડ્યું હતું, પણ મુંબઈ આવતાં પહેલાં મેં તમામ ખેલાડીઓને વધુ ચુસ્ત રહેવા માટે ૩ કિલો વજન ઘટાડવાની સલાહ આપી હતી. મેં મારું વચન પાળીને અંદાજે ૩.૮ કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. મારા કેટલાક સાથીખેલાડીઓએ પણ એવું કર્યું હતું. મુંબઈ પાછો આવ્યા બાદ મેં માત્ર સેલડ પર રહેવાનું શરૂ કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સના ફિઝિયો પેટ્રિક ફરહાદના માર્ગદર્શન હેઠળ આકરી કસરત કરવાનું શરૂ કર્યું જેમાં નિયમિત રીતે જિમ જઈને મારા શરીરને મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું. આમ દેશમાં વર્લ્ડ કપ જીતવાનું અમારું સપનું સાકાર થયું હતું.’