મનદુરસ્તી – ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લોકપ્રિય કોલમ
ડો. પ્રશાંત ભીમાણી
‘મનદુરસ્તી’ એક એવું ‘સેલ્ફ હેલ્પ’ પુસ્તક છે, જેમાં તમે તમારી જાતની કે તમારા આસપાસના લોકોની રોજ-બરોજની સાયકોલોજીકલ સમસ્યાઓના ઉપાયોની વાત સમજી, જાણી અને માણી શકશો . આપણને કેવા માનસિક પ્રશ્નો કે વર્તનની સમસ્યાઓ હોય તે વિશેની છણાવટ ડો. પ્રશાંત ભીમાણી એમની આગવી શૈલીમાં રજુ કરે છે. આ પુસ્તકમાં સાયકોલોજીકલ અને સોશિયલ, રોજિંદી અથવા સીઝનલ સમસ્યાઓના હાથવગા (મનવગા ) ઉપાયો સૂચવેલ છે. રસાળ શૈલીનું આ પુસ્તક એક ‘બિહેવિયરલ હેન્ડબુક ‘ છે. ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લોકપ્રિય કોલમ ‘મનદુરસ્તી’ ના સિલેક્ટેડ આર્ટીકલ્સ હવે પુસ્તક સ્વરૂપે.
Title : Mandurasti
Author : Dr.Prashant Bhimani Edition : 2011