Mahan Chanakya: Jeevan Charitra Ane Samagra Sahitya
આચાર્ય ચાણક્ય એવી મહાન વિભૂતિ હતા, જેમણે પોતાની વિદ્વત્તા અને ક્ષમતાઓના બળે ભારતીય ઇતિહાસની ધારાને બદલી દીધી. મૌર્ય સામ્રાજ્યના સંસ્થાપક ચાણક્ય કુશળ રાજનીતિજ્ઞા, ચતુર કૂટનીતિજ્ઞા, પ્રકાંડ અર્થશાસ્ત્રી તરીકે વિશ્વવિખ્યાત થયા હતા. આજે સદીઓ વીતી જવા છતાં ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા સિદ્ધાંત અને નીતિઓ પ્રાસંગિક છે.
જેમ બધા જ પર્વતો પર મણિ નથી મળતા, બધા જ હાથીઓનાં મસ્તકમાં મોતી ઉત્પન્ન નથી થતાં, બધાં જ વનોમાં ચંદનનું વૃક્ષ નથી હોતું, તે જ રીતે સજ્જન પુરુષો પણ દરેક જગ્યાએ નથી મળતા.
ભોજન માટે સારા પદાર્થોનું ઉપલબ્ધ હોવું, તેમને પચાવવાની શક્તિ હોવી, સુંદર સ્ત્રી સાથે સંસર્ગ માટે કામશક્તિનું હોવું, પ્રચુર ધનની સાથે-સાથે ધન દેવાની ઇચ્છા હોવી. આ બધાં જ સુખ મનુષ્યને બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે.
બાળપણમાં સંતાનને જેવી શિક્ષા આપવામાં આવે છે, તેનો વિકાસ તે જ રીતે થાય છે. તેથી માતા-પિતાનું કર્તવ્ય છે કે તેને એવા માર્ગ પર ચલાવે, જેમાં તેમના ઉત્તમ ચરિત્રનો વિકાસ થાય, કારણ કે ગુણી વ્યક્તિઓથી જ કુળની શોભા વધે છે.
એવાં માતા-પિતા પોતાનાં બાળકો માટે શત્રુ સમાન છે, જેમણે સંતાનોને સારી શિક્ષા નથી આપી, કારણ કે અભણ બાળકનું વિદ્વાનોના સમૂહમાં તે જ રીતે અપમાન થાય છે જે રીતે હંસોનાં ઝુંડમાં બગલાની સ્થિતિ હોય છે. શિક્ષા વિહીન મનુષ્ય પૂંછડી વગરના જાનવર જેવો હોય છે, તેથી માતા-પિતાનું કર્તવ્ય છે કે સંતાનોને એવી શિક્ષા આપે જેનાથી તેઓ સમાજને સુશોભિત કરે.
જે વ્યક્તિનો પુત્ર તેના નિયંત્રણમાં રહે છે, તેની પત્ની આજ્ઞાા અનુસાર આચરણ કરે છે અને જે વ્યક્તિ પોતાનાં કમાયેલાં ધનથી સંપૂર્ણ સંતુષ્ટ રહે છે, એવા મનુષ્ય માટે આ સંસાર જ સ્વર્ગ સમાન છે.
તે જ ગૃહસ્થી સુખી છે, જેનું સંતાન તેની આજ્ઞાાનું પાલન કરતું હોય, પિતાનું પણ કર્તવ્ય છે કે તે પુત્રોનું પાલન-પોષણ સારી રીતે કરે. આ જ રીતે એવી વ્યક્તિને મિત્ર ન કહી શકાય, જેના પર વિશ્વાસ ન કરી શકાય અને એવી પત્ની વ્યર્થ છે જેનાથી કોઈ પ્રકારનું સુખ પ્રાપ્ત ન થાય.
જે મિત્ર તમારી સામે સારી-સારી વાતો કરતો હોય અને પીઠ પાછળ તમારા કાર્યને બગાડી દેતો હોય, તેને ત્યાગી દેવામાં જ ભલાઈ છે. આવો મિત્ર એ વાસણ સમાન છે. જેના ઉપરના ભાગમાં દૂધ લાગેલું હોય છે, પરંતુ અંદર વિષ ભરેલું હોય છે.
મૂર્ખતાની જેમ જ યૌવન પણ દુઃખદાયી હોય છે, કારણ કે જવાનીમાં વ્યક્તિ કામવાસનાના આવેગમાં કોઈ પણ મૂર્ખતાપૂર્ણ કાર્ય કરી શકે છે, પરંતુ તેનાથી પણ વધારે કષ્ટદાયક છે બીજા લોકો પર આશ્રિત રહેવું.
|