મેડમક્યૂરી
વિનોદકુમાર મિશ્રા
૧૮૬૭ની ૭ મી નવેમ્બર માન્યાનો જન્મ થયો. તેના પિતાનું નામ વ્લાદીસ્લાવ સ્કલોદોઅકી હતું. માન્યાના જન્મ પછી તેની
માતામાં ક્ષય રોગના ચિહ્નો દેખાયા. માન્યાની સ્મૃતિ એવી સરસ હતી કે ફક્ત બે વાર વાંચેલી કવિતા એક પણ ભૂલ વગર સરસ
રીતે ગાઈ સંભળાવતી. માન્યાના બાળપણમાં જ ૧૮૭૮ના મે મહિનાની ૯ મી તારીખે તેની માતા મૃત્યુ પામી તેના બે વર્ષ પહેલાં
તેની મોટી બહેન જોશ્યા મૃત્યુ પામી હતી.માન્યાના બંને પ્રિય પાત્રોનું આ રીતે અવસાન થવાથી માન્યા ઘણી નિરાશ હતી. તેણે
માધ્યમિક શિક્ષણનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. સત્તર વર્ષે માન્યાએ ટ્યુશન લેવાનું શરૂ કર્યું. તેણે
ભૌતિકશાસ્ત્ર અને ગણિતનું જ્ઞાન વધાર્યુ. તેણે સોરબોન યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો. અતિશય કામને કારણે તેના અવાસ્થ્ય
પર પણ અસર પડતી. ત્યારબાદ તેણે પિયર ક્યૂરી સાથે લગ્ન કર્યા અને વિજ્ઞાનક્ષેત્રમાં આગળ ઝંપલાવ્યું. પ્રયોગશાળામાં કામ
કરતી વખતે તેણે એક અજાણ્યા પ્રકારના કિરણો પ્રગટ કરતો પદાર્થ 'રેડિયમ' જોયો. આ શોધને કારણે તેને નોબલ પારિતોષિક
મળ્યું. ૧૯૩૪ના જુલાઈની ૪થીએ સવારે રેડિયમની જનેતાએ હંમેશને માટે વિદાય લીધી.