Kala Surajna Rahevasi (Gujarati Translation Of Black Diamonds) - Jules Verne
કાળા સૂરજના રહેવાસી
વિશ્વવિખ્યાત લેખક જૂલે વર્ન સ્કોટલેન્ડ તરફ આકર્ષાયા ન હોત તો આપણને આવી રોમાંચક સાહસોનું દર્શન કરાવતી અદ્ભુત કથા મળી જ ન હોત. આ કથામાં લેખકે કોલસાની ખાણોમાં જીવાતી જિંદગીનું રોમાંચક અને દિલધડક વર્ણન કર્યું છે. કોલસાને સમર્પિત થઈ કોલસાની ઊર્જાને ઉજાગર કરતા ભૂગર્ભ દેશના ખાણિયાઓની અદ્ભુત કથા એટલે જ આ 'કાળા સૂરજના રહેવાસી.' જૂલે વર્નના અન્ય કથાસાહિત્યની જેમ આ સાહસકથા પણ વાચકને પ્રત્યેક પળે 'હવે શું થશે?'ની તીવ્ર જિજ્ઞાસા જગાડવામાં પાર ઊતરી છે. સાહસિકતાનું રોમાંચક અને દિલધડક વર્ણન એ જૂલે વર્નની આગવી વિશેષતા છે.
જૂલે વર્નનાં ખ્યાતનામ પુસ્તકોમાં ‘જર્ની ટુ ધ સેંટર ઓફ ધ અર્થ’ (1864), ‘ફ્રોમ ધ અર્થ ટુ ધ મુન’ (1865), ‘ટ્વેંટી થાઉઝંડ લીગ્સ અંડર ધ સી’ (1869) તેમજ ‘અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ’ (1872)નો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયાં છે. વિજ્ઞાનકથાઓના સાહિત્યમાં જૂલે વર્ન અમર રહેશે!