Jevu Vichariye Teva Baniye by Osho જેવું વિચારીએ તેવા બનીએ જીવનનું કોઈ ધ્યેય નથી,જીવન ક્યાય જતું નથી,જીવન ફક્ત છે ! એનું કદી સર્જન નથી થયું - સર્જનનો એ વિચાર ભૂલી જાઓ. એ મનમાં ઘણા મૂર્ખતાપૂર્ણ પ્રશ્નો ખડા કરે છે. એનું કદી સર્જન નથી થયું, એ હંમેશાથી અહી છે અને એ હમેશા અહી રહેશે - અલગ અલગ સ્વરૂપોમાં અલગ અલગ રીતે, નૃત્ય ચાલુ રહેશે એ શાશ્વત છે. એસ્સ ધમ્મો સનાતાનો આ અંતિમ નિયમ છે. કોઈ હેતુ નથી - એ જ તો જીવનનું સૌદર્ય છે ! જો કોઈ હેતુ હોત તો જીવન આટલું સુંદર ન હોત. તો પછી પ્રેરક બળ હોત,તો એ ખુબ ગભીર હોત.ગુલાબો તરફ જુઓ, કમળો તરફ જુઓ અને લીલી તરફ જુઓ - શો હેતુ છે? સવારના સૂર્યમાં ખીલતા કમળો અને ગાવા લાગતી કોયલ .... શો હેતુ છે ? એ શું આંતરિક રીતે જ સુંદર નથી ? શું દરેકને પોતાની બહાર કોઈ હેતુની જરૂર હોય છે ? જીવન આંતરિક રીતે જ ખુબસુરત છે. એનો કોઈ બાહ્ય હેતુ નથી, એ હેતુપૂર્ણ નથી. એ રાતના અંધારામાં પક્ષીના ગીત જેવું છે. પાણીના અવાજ જેવું છે, અથવા પાઈનના વૃક્ષોમાંથી પસાર થતા પવનના ધ્વની જેવું છે.