Indune Patro (Gujarati Translation of Letters From A Father To His Daughter) By Jawaharlal Nehru
ઇન્દુને પત્રો – દુનિયાની ઉત્પત્તિ અને પ્રારંભના દિવસોનું બાળકોને માટે લખેલું ટૂંકું વર્ણન’ એ પંડિત જવાહરલાલ નહેરૂએ પોતાની દશ વર્ષની પુત્રી ઇન્દિરાને સંબોધીને લખેલા પત્રોનું સંકલન છે. આ પુસ્તક ‘જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ પુસ્તકની પ્રસ્તાવનાની ગરજ સારે છે. પંડિતજીના પોતાના શબ્દોમાં –
“૧૯૨૮માં મારી દીકરી ઇન્દિરાને મેં આ પત્રો લખ્યા હતા. દશ વર્ષની નાની છોકરીને સંબોધીને અંગત રીતે એ પત્રો લખાયેલા છે બીજાં બાળકોને આ વાતો ગમશે કે કેમ તે હું જાણતો નથી. પણ મને એવી ઉમેદ છે ખરી કે જે બાળકોને આ પત્રો વાંચવાના મળશે તે બધાં આપણી આ દુનિયાને જુદીજુદી પ્રજાઓનાં બનેલા એક મોટા કુટુંબ રૂપે ઓળખતાં શીખશે. વળી મને એવી પણ થોડી ઉમેદ છે કે એ પત્રો લખતી વખતે મને જે આનંદ મળ્યો હતો તેનો કઇંક અંશ તેના બાળ વાચકોને પણ મળશે”