Gandhi Manavmathi Mahamanav By Mohan Dandikar
ગાંધી : માનવમાંથી મહામાનવ
મોહન દાંડીકર
ઓશોના મતે ગાંધી જેવું વ્યકિતત્વ પૈદા કરવા પૃથ્વી યુગો સુધી પ્રતિક્ષા કરે છે અને જો ભગવાન હોય તો ગાંધીને તેની સમકક્ષ મુકી શકાય જો કે એ વાત અલગ છેકે ગાંધીને યસ્સ આપણા ગાંધી બાપુને તો એક પણ બિરૂદની પરવા નહોતી એને પરવા હતી માત્ર હિન્દુસ્તાન અને તેમાં વસનારા એક-એક હિન્દુસ્તાનીની !' તેથી જ આફ્રિકાથી ભારત આવ્યા બાદ પ્રથમ પગલું ભારતભ્રમણનું ભર્યુ અને હિન્દુસ્તાનીઓની અવદશા જોઇ કોંગ્રેસીઓને કહ્યું કે ‘‘જયા સુધી છેવાડાનો માણસ ભુખ્યો સુવે છે ત્યાં સુધી વિશ્વના તમામ અર્થશાષાો નકામા છે.'' આજે ભારત ગાંધીજીના હિન્દુસ્તાન પાછા આવવાના પ્રસંગની સદી ઉજવી રહ્યું ત્યારે ખરેખર એવો અહેસાસ થાય કે આ દેશને ગાંધી વિના કદાચ લોહિયાળ માર્ગે આઝાદી મળી ગઇ હોત તો પણ સત્ય, અહિંસા, સ્વચ્છતા, નિતિમતા સાધન શુધ્ધિ, અશ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી જેવા ઉચ્ચ મુલ્યોથી દેશ ગાંધી વિના વંચિત રહી જાત !
બીજુ વિશ્વયુધ્ધ પુરજોશમાં ચાલતું હતું ત્યારે અહિંસા પ્રેમી ગાંધીએ જર્મનીના સરમુખત્યાર હિટલરને હિંસાના માર્ગેથી પાછા વળવા ટેલિગ્રામ કરેલો તેનો જવાબ હિટલરે જર્મન રેડિયો પર ભાષણમાં આપેલો કે હિન્દુસ્તાનમાં આઝાદી માટે અહિંસાના માર્ગે લડત ચલાવતા ચિ.ગાંધીને હું એટલું જ કહીશ કે ઓલ્ડ મેન, ચરખો કાંતિને આઝાદી ન મળે, હું એક જ થપ્પડ ચર્ચિલ (ઇંગ્લેન્ડના તત્કાલીન વડાપ્રધાનને મારી તમને આઝાદી અપાવી શકું તેમ છું પરંતુ ઇતિહાસ ગ્વાહ છે કે ચરખો કાંતિને મેળવેલી આઝાદીના મીઠાફળ ધીમા પણ મકકમ માર્ગે હિન્દુસ્તાન માણી રહ્યું છે અને ખુદ હિટલર નેસ્તનાબુદ અને તેનું જર્મની બરબાદ થઇ ગયું હતું.
વ્યકિત જયારે સામાન્યમાંથી અસામાન્ય એટલે કે માનવમાંથી મહામાનવ બને ત્યારે માણસ તરીકે સારજિક એવી તેની એકપણ ખામી કે ભૂલ ચલાવી લેવા જેટલો સમાજ ઉદાર બની શકતો નથી. તેથી જ વિશ્વ જેને વીસમી સદીનો સૌથી મહાન માણસ કહી બિરદાવે તેને ઘર આંગણે સરદાર પટેલને અન્યાય કે ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝને સજામાંથી મુકિત ન આ પાળ શકયા તેવી બાબતો લઇ બદનામ કરવાના વ્યર્થ પ્રયત્નો આજે પણ થાય છે. જો કે અંતે એવી હરકતો સુરજ સામે ધુળ ઉડાડવા જેવી પુરવાર થાય છે કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના દુરૂપયોગથી વિશ્વ આજે જે વિધ્વંસ અને અશાંતિના માર્ગે જઇ રહ્યું છે તેમાંથી ઉગરવા તેને ગાંધીના વિચારોના શરણે જવા સિવાય કોઇ આરો રહેવાનો નથી. જે આંખોએ ગાંધીના રેટિયાના ચક્રને સુદર્શનચક્ર બની મા ભારતીની ગુલામીની જંજીરો તોડતા જોયું છે એ આંખોએ જોયેલા ગાંધીને, એ કાનોએ સાંભળેલ ગાંધીને જુદે-જુદે નિમિતે ગાંધી વિચારને કેન્દ્રમાં રાખી અખંડ આનંદ, નવનીત સમર્પણ, ભૂમિ, પુત્ર વગેરે સામયિકોમાં લખેલા લેખોનું સંપાદન એટલે મોહન દાંડીકરનું પુસ્તક ગાંધીઃ માનવમાંથી મહામાનવ.
પરેશ રાજગોર
|