E Mane Hamesha Yaad Raheshe (Ek Samvedanshil Shikshakni Antarkatha) by Anandiben Patel
એક સંવેદનશીલ શિક્ષકની આંતરકથા
આનંદીબેન પટેલ ગુજરાતના જાહેર જીવનનું એક વિલક્ષણ વ્યક્તિત્વ છે.એમનામાં ધરતીની ધૂળનો ધબકાર છે, માટીની મહેક છે.એમનાં અનુભવોનું ભાથું એમને સતત પોષતું રહે છે. એક સંવેદનશીલ શિક્ષક છે, એમનામાં આજે પણ એક જીજ્ઞાસુ વિધાર્થી સક્રિય છે. કોઈ પણ બાબતના મૂળમાં જઈને એના ઉકેલ માટે મથવાના એમના સ્વભાવમાં એક શિક્ષકની સંવેદનશિલ અને નિષ્ઠા છે. આનંદીબેન ની સરળતા એમની મૂડી છે, એ સૌને સહજ પ્રાપ્ય છે, એટલે એમને મળનાર વ્યક્તિને એમના સ્નેહનો અનુભવ થાય છે. બેનની ઝીણી નજર માનવતાને શોધતી હોય છે, એક સારા પ્રજસેવકને શોભે તેવી એમની સંવેદનશીલતા આપણા જાહેર જીવનને અનેક રીતે સમૃદ્ધ કરી રહી છે. આ પુસ્તક વિકાસ માટે કાર્યરત સમાજસેવક ' હેન્ડબૂક' બની શકે એવી શક્યતા ધરાવે છે. આનંદીબેન ના પ્રદાનની એક ઝાંખી કરાવે છે. ગુજરાતના ' વિકાસ-મોડેલ ' માં અનન્ય ફાળો આપનાર આનંદીબેનની આ આંતરયાત્રા અનેક શિક્ષકો-શિક્ષણશાસ્ત્રીઓ અને સમાજસેવામાં જોડાયેલા કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બની રહેશે. આ પુસ્તક વાંચ્યા પછી, વાચક પણ આવું કહેવા પ્રેરાશે કે, ' આ પુસ્તક મને હનેશા યાદ રહેશે.'