Chopaganu Raj (Gujarati Translation of Animal Farm) By George Orwell
ચોપગાનું રાજ (અંગ્રેજી પુસ્તક "એનિમલ ફાર્મ' નો ગુજરાતી અનુવાદ)
લેખક : જ્યોર્જ ઓર્વેલ
આ કથામાં પશુઓ પોતે જ એક મજબૂત સંગઠન ઊભું કરે છે. ખૂબ મજા પડે એવી આ કથા છે.‘એનિમલ ફાર્મ’ અને ‘૧૯૮૪’ના લેખક જ્યોર્જ ઓર્વેલ એક પક્ષની કે એક હથ્થુ સત્તાવાળા પ્રદેશોનાં ભયસ્થાનો અંગે ચેતવણી આપનારાઓમાંના એક હતા. તેઓ સામ્રાજયવાદના ટીકાકાર હતા અને એમણે સમાજના વંચિતોના ઉત્થાનના ટેકામાં ઘણું લખ્યું હતું.
પશુઓની એક સભા ભરાઈ છે. પાલતું પશુઓ સિવાય બધા જ પશુઓએ હાજરી આપી છે. પશુસેનાનો મેજર સંબોધન કરે છે તે ધ્યાનપૂર્વક સાંભળો:
સાથીઓ, તમે જ બતાવો કે આપણી આ જિંદગીનું સ્વરૂપ કેવું છે? જિંદગીનો ઢાંચો કેવો છે? આત્મનિરીક્ષણ કરીને તમે પોતે જ વિચારો કે આપણી જિંદગી સાવ દયનીય છે. સખત મજૂરી સિવાય બીજું કઈ નથી. આપણે સાવ અલ્પજીવી છીએ. ખાવાના થોડાક ટુકડાઓ ફેંકાય છે અને લોહીનાં છેલ્લંા ટીપા સુધી કાળી મજૂરી કરીએ છીએ. પછી સાવ અશક્ત થઇ જઈએ છીએ ત્યારે આપણી કતલ કરી નાખવામાં આવે છ. એ લોકો માટે આપણે સિર્ફ વાનગીઓ જ છીએ. ઈંગ્લેન્ડમાં કોઈ એવું પશુ નથી જે ખુશી અને ફુરસદનો અર્થ સમજે છે. ઈંગ્લેન્ડમાં કોઈ પશુ આઝાદ નથી. પશુની જિંદગી દુર્ગતિ અને ગુલામીની જિંદગી છે. આ એક કડવું સત્ય છે શું આપણી ધરતી એટલી બધી ગરીબ છે કે પશુઓને શાનદાર જિંદગી જીવવા નથી મળતી? નહીં, દોસ્તો નહીં, હજારવાર નહીં. ઇંગ્લેન્ડની માટી ઉપજાઉ છે. હવા-પાણી પણ બહુ સારાં છે. બધાં જ પશુઓનું આસાનીથી ભરણપોષણ કરી શકે એવી આ ધરતી છે. ઘોડાઓ, સુવ્વરો, ઘેંટાઓ, ગાયો, ભેંસો અને બકરીઓ પોતપોતાના વાડામાં બેસીને ખુશહાલ જિંદગી જીવી શકે છે પરંતુ આપણી મહેનત આ મનુષ્યો ચોરી જાય છે. મનુષ્ય જેવો બીજો કોઈ ચોર નથી. આપણી બધી જ સમસ્યાઓના મૂળમાં મનુષ્ય જ છે. આપનો અસલી દુશ્મન મનુષ્ય છે. આજથી આપણે ‘મનુષ્ય હટાવ’ ઝુંબેશ શરૂ કરીએ છીએ. આ મનુષ્ય એક એવો જીવ છે કે જે કંઈ પેદા કરતો જ નથી, માત્ર ઉપભોગ જ કરે છે. મનુષ્ય દૂધ નથી દેતો. મનુષ્ય ઈંડા નથી મૂકતો એ એટલો બધો કમજોર છે કે હળ ચલાવી શકતો નથી. ઝડપથી દોડી શકતો નથી છતાં એ બધાનો માલિક બની બેઠો છે. હે મરઘીઓ, તમે કેટલાં બધા ઈંડા મૂકો છો પણ તમને શું મળ્યું છે? કૂકડે કૂક ....હે ગાયમાતાઓ, અત્યાર સુધીમાં તમે કેટલા વાછડા -વાછડી જણ્યાં છે? એ બધા ક્યાં ગયાં? તમને એ ખબર છે કે મનુષ્યોને તમારા માંસમાં જ રસ છે. તમને સારું સારું ખવડાવીને હટ્ટાકટ્ટા કરે એનાથી ખુશ નહીં થતા. એ તો તમારી કતલ કરી નાખશે. હવે તો આ સત્ય દિવસની રોશની જેટલું સાફ થઇ ગયું છે કે મનુષ્ય ભયંકર અત્યાચારી છે. નરાધમ છે. બસ મનુષ્યથી છૂટકારો જોઈએ છે.’ ‘સાથીઓ, આ મનુષ્ય જાતિને ઉખાડીને ફેંકી દો. સંકલ્પમાંથી ડગો નહીં. મનુષ્ય અને પશુનું એક જ હિત છે. એકની સંપન્નતા એ બીજાની સંપન્નતા છે એવા ભ્રામક પ્રચારમાં ભરમાશો નહી. જીવદયા એ સરાસર જૂઠ છે. બધા પશુઓમાં એકતા રાખો. બધા મનુષ્યો દુશ્મન છે. બધા પશુઓ ભાઈ ભાઈ છે. કોમરેડ છે.’ મેજરની જુસ્સાદાર સ્પીચ સાંભળ્યા પછી ઉંદરડાઓ અને બિલાડીઓ એકસાથે બહાર નીકળી આવ્યાં અને કૂદાકૂદ કરવા લાગ્યા. પશુઓએ હર્ષનાદો કર્યા. ત્યાં અચાનક કૂતરાઓની નજર ઉંદરડા ઉપર પડી. ઉંદરડાઓ તરત છલાંગ લગાવીને બિલ્લીઓ તરફ જાન બચાવીને ભાગ્યા. મેજર વચ્ચે પડ્યા અને શાંતિ રાખવાનો અનુરોધ કર્યો. એવામાં સભામાંથી માગણી ઊઠી કે ‘કોમરેડ, એક વાત સાફ સાફ નક્કી કરી લેવી જોઈએ કે જંગલી પશુ ઉંદરડા અને સસલાં એ અમારા મિત્ર છે કે શત્રુ? ઉંદરડા કોમરેડ છે? ‘આ મુદ્દા ઉપર તરત મતદાન કરવામાં આવ્યું અને જબરદસ્ત બહુમતીથી નક્કી થઇ ગયું કે ઉંદરડા કોમરેડ છે. આ મતદાનમાં ફક્ત ચાર જ પ્રાણીઓ અસહમત હતા.
ત્રણ કૂતરાઓ અને એક બિલાડી વિશે પાછળથી જાણવા મળ્યું કે એણે બંને તરફ મતદાન કર્યું હતું. આખરે બધું થાળે પડી ગયું મેજરે પોતાની વાત આગળ ચલાવી, ‘હવે મારે વધારે કહેવાનું નથી. હું ફક્ત મારી વાત દોહરાઉ છું કે જે બે પગ ઉપર ચાલે છે તે મનુષ્ય આપણો દુશ્મન છે. જે ચાર પગે ચાલે છે તે મિત્ર છે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે મનુષ્ય ખિલાફની આ લડાઈમાં કોઈ પશુ મનુષ્ય જેવું નહીં લાગવું જોઈએ. કોઈ પણ પશુએ મનુષ્યનાં ઘરમાં રહેવું નહીં. બિસ્તર ઉપર સૂવું નહીં. નશો કરવો નહીં. તંબાકુ માવાથી આઘા રહેવું રૂપિયા-પૈસાને બિલકુલ હાથ લગાડવો નહીં. ધંધો કરવો નહીં. મનુષ્યની બધી જ આદતો પાપ છે અને છેલ્લે સહુથી મહત્ત્વની વાત કોઇ પણ પશુ પોતાની બંધુ-બિરાદરી ઉપર અત્યાચાર કરે નહીં. કોઈ પણ પશુ બીજા પશુને મારે નહીં સહુ પશુઓ એક બરાબર છે. આ મુક્તિગીત સહુ એક સાથે ગાઓ. ઈંગ્લેન્ડનાં પશુ, આયર્લેન્ડનાં પશુ, દેશ-દેશ અને જળવાયુનાં પશુ, ખુશી ભરેલી મારી વાતો સાંભળો, સ્વર્ણિમ ભવિષ્યની વાતો સાંભળો, દુષ્ટ મનુષ્યો હટાવ, ક્રૂર મનુષ્ય હટાવ.’
આખરે જયનાદ કરતી પશુઓની રેલી વિખેરાઈ ગઈ. મેજરે સહુ પાસે પ્રતિજ્ઞા લેવડાવી. પશુસભાએ વિજયઘોષ કરીને સાત કમાન્ડમેન્ટને અનુમતિ આપી દીધી
|