ચક્રવર્તિ સંન્યાસી સરદાર પટેલ - લેખક: હિમ્મત મેહતા Chakravarti Sanyasi Sardar Patel by Himmatbhai Mehta સરદારશ્રીએ ભારતની એકતા, અખંડિતતા અને સારભૌમિકતા માટે ટુંકા ગાળામાં જે સપનુ સાકાર કર્યુ એનો જોટો દુનિયના ઇતિહાસમાં શોઘવો મુશ્કેલ છે. સરદાર ઓછા બોલા હાતા, પરંતુ દુરદર્શિતથી એમણે સાવર્ભૌમિક ભારતનું સપનું સાકાર કરવા પોતાની નિતીનો મક્કમપણે અમલ કર્યો, નહિં તો આજે ભારતમાં કેટલાં બધાં રજવાડાંઓ હોત ! એ જમાનામાં જેમનો જન્મ થયો નહોતો, જેમણે સરદારને જોયા પણ નથી તેઓ પણ એ વાત સ્વીકારે છે કે ભારત આજે પણ મજબૂત રાષ્ટ્ર છે, એમાં સરદારનું નકશીકામ છે.