Bole Tena Bor Vechaay By: Vivek Surani
બોલે તેના બોર વેચાય
વિવેક સુરાણી.
યુવા લેખક શ્રી વિવેક સુરાણીએ ‘બોલે તેના બોર વેચાય’ નામનું VCD સાથેનું એક સુંદર પુસ્તક લખ્યું છે. સારા વકતા બનવા ઈચ્છનાર દરેકે આ પુસ્તક વાંચવું રહ્યું
સ્ટેજ પર બોલવા માટે ટિપ્સ – વિવેક સુરાણી
સ્ટેજ પર આવ્યા પછી માઈક સામે આવીને/ માઈક હાથમાં લઈને તરતજ બોલવાનું શરૂ નહીં કરતા પ્રથમ માઈક ચેક કરો.
જો સ્ટેન્ડવાળું માઈક હોય તો તમારી ઊંચાઈ મુજબ તેને ગોઠવો. માઈકનું માઉથ-પીસ તમારા મોઢા પાસે આશરે ચાર થી પાંચ આંગળીઓ જેટલું દૂર રહે તેમ ઊભા રહો.
માઈક ચાલુ છે કે બંધ તે તપાસવા માટે માઈકમાં કયારેય ફૂંક મારીને ન તપાસો. ઘણા વકતાઓ માઈકના માઉથ-પીસને ઉપરની બાજુએ આંગળીથી ટકોરા મારી તપાસે છે જે અયોગ્ય છે. માઈકને બાજુએથી આંગળીથી/નખથી ટકોરા મારી તે ચાલુ છે કે બંધની ખાતરી કરો.
માઈકમાં તમારો અવાજ ચેક કરવા માટે પહેલા ધીમેથી ‘હેલો’ શબ્દ બોલો. જેથી તમને ખ્યાલ આવશે કે માઈક દૂર છે કે વધારે નજીક છે, અવાજ કેટલો મોટો રાખવો પડશે ? વગેરે.
જો હેન્ડ માઈકનો ઉપયોગ કરવાનો હોય તો મોઢા અને માઈક વચ્ચે યોગ્ય અંતર સ્પીચના અંત સુધી જાળવી રાખો.
સ્પીચ દરમ્યાન સાઉન્ડ સિસ્ટમમાં કોઈ ગરબડ થાય તો સ્પીચને બંધ કરી શાંતિથી ઊભા રહો. ગરબડ દૂર થાય (રીપેર થાય) ત્યારબાદ ફરીથી સ્પીચ આગળ શરૂ કરો.
માઈકમાં તમારા અવાજની તીવ્રતા વધારે છે કે ઓછી તે જાણવા તમે તમારી જાણીતી વ્યકિતને શ્રોતાઓમાં બેસવા કહી તેના દ્વારા મળતા સંકેતા મુજબ વધારી કે ઘટાડી શકાય.
જ્યારે સ્પીચ પૂર્ણ થાય ત્યારે હેન્ડ માઈક સભા સંચાલક / કાર્યક્રમના સંચાલકને સોંપીને જાઓ.
|