Adventures Of Tom Sawyer (Gujarati Translation) એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર (સંક્ષિપ્ત અનુવાદ ) માર્ક ટ્વેઇન સંક્ષિપ્ત અનુવાદ : લલિતકુમાર શાહ પાશ્ચાત્ય કિશોરોની ધીંગામસ્તીના પ્રતિક સમી વિશ્વના સર્વશ્રેષ્ઠ હાસ્ય સાહિત્યકારની અમર કથા માર્ક ટ્વેઇનની નવલકથાઓ 'એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર' અને તેની સિકવલ 'એડવેન્ચર્સ ઓફ હકલબરી ફિન ' આજે પણ 'ગ્રેટ અમેરિકન નોવેલ' તરીકે ઓળખાય છે . બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવા માધ્યમોએ લાખો વાચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી 100 કથાઓની યાદી તૈયાર કરી છે , જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જોઈએ . આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ન બને ત્યારે પ્રસ્તુત છે વિશ્વસાહિત્યની કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવી પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ .