A Study In Scarlet (Gujarati Edition) by Sir Arthur Conan Doyle
સ્ટડી ઈન સ્કારલેટ - કોનન ડોયલ તેના સર્જક કરતા પણ વધુ ખ્યાતી પ્રાપ્ત થઇ હોય એવું પાત્ર એટલે શેરલોક હોમ્સ. શેરલોક હોમ્સ એક એવું પત્ર છે જેને બાળકોથી માંડી વૃધો સુધી દરેક ઉંમરના વાચકો દિલથી વાચે છે. આજે તેના સર્જનની સવા સદી વીતી જવા છતાં પણ તેની લોકપ્રિયતા જરા પણ ઓછી નથી થઇ. શેરલોક હોમ્સ શ્રેણીમાં આર્થર કોનન ડોયલે 56 લઘુકથાઓ અને 4 નવલકથા લખી.અવલોકન કરવાની ક્ષમતા અને તેને આધારે તારવણી કરવી એ શેરલોક હોમ્સની અભૂતપૂર્વ ગણાવી શકાય એવી કળા છે. લોકો તેને પત્ર નહિ,પણ સાચુકલો જાસુસ માનતા.
આર્થર કોનન ડોયલે શેરલોક હોમ્સની કથાઓને શરૂઆત પ્રથમ નવલકથા સ્ટડી એન સ્કારલેટથી કરી,જે 1887માં સૌપ્રથમ પ્રકાશિત થઇ હતી. સ્કારલેટ એટલે રતુંબડું. લોહી જેવું લાલ. આખી કથા રંગ આજુબાજુ વણાયેલી છે.પહેલેથી લઈ છેલ્લે સુધી કેસની કથની તેનો મિત્ર ડોક્ટર વોટ્સન સ્વમુખે કહે છે, જે વાચકોને રહસ્ય અને રોમાંચની દુનિયામાં ડુબાડી દે છે.