Yajurveda (Gujarati)-By: Dr.Rajbahadur Pandey
યજુર્વેદ
ડો. રાજબહાદુર પાંડે
આપણી સંસ્કૃતિનો ભવ્ય વારસો
ચાર વેદોમાં યજુર્વેદનું સ્થાન બીજું છે.
કર્મકાંડપ્રધાન આ વેદમાં જ્યાં યજ્ઞો અને તેના વિધાનોનું વર્ણન છે, ત્યાં જ્ઞાન-વિજ્ઞાન,આત્મા-પરમાત્મા તથા સમાજ ઉપયોગી સંપૂર્ણ જ્ઞાન પણ છે.
યજુર્વેદ (સંસ્કૃત: यजुर्वेद) હિંદુ ધર્મના મૂળ શાસ્ત્ર એવા વેદો પૈકીનો બીજો વેદ છે, જે ગદ્ય શૈલિમાં લખાયેલા મંત્રોનો બનેલો છે.[૧]] યજુર્વેદમાં યજ્ઞ કરતી વખતે યજ્ઞવેદીની સામે બેસીને બ્રાહ્મણ જે મંત્રો બોલે છે તેવા મંત્રોનું અને વિવિધ યજ્ઞો કરવા માટેના વિધિ-વિધાનનું સંકલન છે. યજુર્વેદનો ચોક્કસ રચનાકાળ જાણી શકાયો નથી, પરંતુ આ વિષયમાં સંશોધન કરનારા મોટાભાગના સંશોધનકારો તેને ઇસ.પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસમાં રચવામાં આવ્યો હોવાનું માને છે, જેનો અર્થ એ થાય છે કે યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના કાળનો જ વેદ છે.
યજુર્વેદને ખાસ કરીને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ, જેને અંગ્રેજીમાં અનુક્રમે કાળો (બ્લેક યજુર્વેદ - "black" Yajurveda) અને સફેદ (વ્હાઇટ યજુર્વેદ - "white" Yajurveda) તરીકે વર્ણવવામાં આવે છે. કૃષ્ણ યજુર્વેદમાં કૃષ્ણ, કે જે કાળા રંગનો સૂચક છે, તેનો અર્થ એ થાય છે કે યજુર્વેદનો એવો ભાગ કે જેમાં મંત્રોની ગોઠવણી અનિયમીત, અસ્પષ્ટ અને પચરંગી છે; જ્યારે તેથી ઉલટું શુક્લ કે જે શ્વેત રંગનો સૂચક છે, એ શુક્લ યજુર્વેદમાં મંત્રો સ્પષ્ટ, નિયમિત અને ક્રમબદ્ધ ગોઠવાયેલા છે.કૃષ્ણ યજુર્વેદના ચાર સંસ્કરણો મળી આવે છે જ્યારે શુક્લ યજુર્વેદ બે સંસ્કરણોના રૂપમાં સચવાએલો જોવા મળે છે.
યજુર્વેદની સૌથી જૂની સંહિતામાં ૧૮૭૫ શ્લોકો છે, જે સર્વથા ભિન્ન હોવા છતાં ઋગ્વેદના શ્લોકો પરથી રચાએલા હોય તેવા છે.તેના બાદનું સ્તર શતપથ બ્રાહ્મણ છે, જે વૈદિક ધર્મના બ્રાહ્મણ શાસ્ત્રોમાં સૌથી મોટો ગ્રંથ છે.[૭] જ્યારે સૌથી તાજી કે નવી સંહિતામાં ઘણાબધા પ્રાથમિક ઉપનિષદોનો સમાવેશ થાય છે, એવા ઉપનિષદો જેમનો હિંદુ તત્ત્વજ્ઞાન/દર્શનશાસ્ત્ર પર ખાસો એવો પ્રભાવ છે. આ ઉપનીષદો છે: બૃહદારણ્યક ઉપનિષદ, ઈશ ઉપનિષદ, તૈત્તિરીય ઉપનિષદ, કઠ ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ અને મૈત્રી ઉપનિષદ.
|