Buy Atharvaveda Gujarati Book Online by Dr.Rajbahadur Pandey
અથર્વવેદ - ડો. રાજબહાદુર પાંડે
આપણી સંસ્કૃતિનો ભવ્ય વારસો
ચારેય વેદમાં અથર્વવેદ ચતુર્થવેદ છે.
અથર્વવેદને જ્ઞાનકાંડ,અમૃત્વેદ કે આત્મવેદ પણ કહેવામાં આવે છે.
તેમાં આત્મા-પરમાત્માના જ્ઞાનની સાથે સાથે જીવનોપયોગી જ્ઞાનનો ભંડાર ભરેલો છે.
હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે. અથર્વવેદનો અર્થ થાય છે, અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીદુ જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે. વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદમાં કુલ ૪૨૮૭ મંત્રો છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ કાંડ (સ્કંધ)માં વહેંચાયેલા છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મા કાંડ સિવાયના બધા જ કાંડ પદ્ય સ્વરૂપે રચાયા છે. ૨૦મા કાંડમાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી છે. અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે, પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે. વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.
અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે[૭][૮] જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી 'બ્રાહ્મણ' રચાયા છે જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ
|