Tavarikh By: Chandrakant Bakshi
તવારીખ તાજમહાલ ની જમીન મૂળ રાજા માનસિંહની હતી. એ માનસિંહ ના વંશજો પાસેથી એકાએક લેવા માં આવી હતી. કહે છે,ત્યાં રાજા માંનસિંહ નો મહેલ પણ હતો અને આસપસ એક મોટો બગીચો પણ હતો જેમાં ફુવારા હતા.આઈને-અકબરીમાં અબુલ ફઝલ લખે છે કે આ જમીન માનસિંહની હતી. તાજમહાલની જમીન અને મકાનો શા માટે શાહજહાં એ એકાએક લઇ લીધા ? તાજમહાલના બનાવનાર વિશેનું રહસ્ય હજી પણ ઉકેલાયું નથી.તાજમહાલ શાહજહાં પહેલા પણ હતો ? બાબરે લખ્યું છે કે એ તાજમહાલમાં રહ્યો હતો. મતલબ કે મુમતાઝના મૃત્યુના સો વર્ષ પૂર્વે પણ તાજમહાલ હતો ! શાહજહાના બાદશાહનામમાં ઉલ્લેખ છે કે એની પત્ની ના દફન માટે એક હિંદુ મહેલ લેવામાં આંવ્યો હતો. ઇતિહાસકાર વિન્સેટ સ્મિથ લખે છે કે બાબરનું મૃત્યુ તાજમહાલ માં થયું હતું.એક હિંદુ મહેલ ની બહારની દીવાલો પર કુરાનની આયાતો ખોદવામાં આવી હતી.એવો ફ્રેંચ ટ્રેવર્નીઅર નો ઉલ્લેખ છે.