Jagatna Itihas Nu Sankshipt Rekha Darshan
જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન (Glimpses of the World History નો ગુજરાતી અનુવાદ ).
લેખક : જવાહરલાલ નેહરુ.
અનુવાદક અને સંક્ષેપક: મણિભાઈ દેસાઈ.
‘જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’. પુત્રી ઇંદિરાને પત્રધારા રૂપે લખાયેલા મૂળ બૃહદ પુસ્તકનો સંક્ષેપ અને અનુવાદ
આખા દુનિયા નો - કહો કે માનવજાતિ નો - ઇતિહાસ આ પુસ્તક માં સંક્ષેપ માં છે.
માનવજાતિ નો 5000 વર્ષનો ઇતિહાસ . એમાં એક પછી એક એમ બધા અગત્ય ના પ્રદેશો અને પ્રસંગો વણી લીધા છે જયારે ઓછા જાણીતા અને ઓછા અગત્યના ને ઉમેર્યા નથી. આ ઇતિહાસ આઝાદી પહેલાનો છે કેમ કે ચળવળ દરમિયાન નેહરુ ની ધરપકડ થઇ ત્યારે જેલ માંથી એમની દીકરી ઇન્દુ - ઇન્દિરા ગાંધી- ને પત્ર સ્વરૂપે લખાયેલી અને પછી પ્રકાશિત થઇ. ઇન્દુ એ વખતે નાની હોવાથી સાદી ભાષા માં અને રસાળ શૈલી માં છે , ખાસ તો એમાં બિન જરૂરી રાજાઓ અને એમના વંશવેલા જે નામો નો ઢગલો હોય એ નથી. એટલે પુસ્તક સાદુ અને એક સામાન્ય માણસ જે ઇતિહાસ નો student નથી એના માટે સારું છે.
આ સાથે તેમાં માનવ જાત ના કાયમી પ્રશ્નો ની ચર્ચા પણ છે અને બોધપાઠ પણ. પણ પુસ્તક જકડી રાખે એમ છે.
શરૂઆત પ્રાચીન સંસ્કૃતિઓ થી થાય છે અને આખા પુસ્તક માં એશિયા પર અને એમાય ભારત પર ખાસ focus છે . પછી યુરોપ ની લાંબી મુસાફરી . પાછા એશિયા અને ભારત નો ઇતિહાસ. ભારત નો સુવર્ણ યુગ . ભારત ની રાજકીય અને સાંસ્કૃતિક અસર . આરબ અને મધ્ય એશિયા ના પલટાતા પવનો. જુદા જુદા ધર્મો નો ઉદય અને ફેલાવો અને તેની અસરો . ખાસ કરીને નેહરુ નો ચીન પ્રત્યે નો પ્રેમ પણ ડોકાય છે. અને ભારત ની સંસ્કૃતિક અસર વાળા દેશો- far east માં પણ તેમનો રસ દેખાય છે જે ભવિષ્ય માં એમની રાજકીય કારકિર્દી માં અસર કરતો રહ્યો.
ભારત ના ઇતિહાસ ની એમને ઉંડી ચર્ચા કરી છે . અને ધર્મ અને જ્ઞાતિ પ્રથા ની પણ .
એશિયા માં એમનો ઊંડો રસ દેખાય પણ યુરોપ પણ સારી રીતે છે . અમેરિકા મોડું પ્રવેશે છે અને આફ્રિકા ની નોંધ ઓછી છે તો દક્ષિણ અમેરિકા ખુબ ના દેખાય. હજુ પણ એમ ખાસ એ ચર્ચાતા નથી.
સામ્રાજ્યવાદ , સમાજવાદ , વિશ્વયુદ્ધ , ધર્મયુદ્ધો , રાજાઓ , ગુલામો, લોકશાહી, લડાઈ , ગરીબી બધું એમાં છે.
સૌથી અગત્યનું એમની માનવજાતિ અને એના પ્રશ્નો ની ચર્ચા છે. એમની દ્રષ્ટિ એમાં દેખાય છે. એની અસર પણ એનમાં વડાપ્રધાન બન્યા પછી એમના નિર્ણયો માં દેખાશે અને એ પણ સમજાશે કે એમને એવા નિર્ણય કેમ લીધા હશે.
એમના ઇતિહાસ ના જ્ઞાન થી તમે ખુશ થઇ જશો. અને એક ફિલ્મ જોતા હોય એમ ટૂંક માં આખા ઇતિહાસ ની સફર થઇ જશે .
ખાસ વિધાર્થી ઓ માટે જેમને ઇતિહાસ વાર્તાની જેમ વાંચવો છે અને ઇતિહાસ ના રસિયાઓ માટે.
એમનું ભારત ના ઇતિહાસ નું અલગ પુસ્તક પણ છે The Discovery of India જેના પરથી ભારત એક ખોજ નામની દુરદર્શન પણ સીરીયલ પણ આવી ગઈ છે.નહેરુજીના છ પુસ્તકોનું સુંદર પ્રકાશન. પહેલું તે નહેરુજીની આત્મકથા, જેનું શિર્ષક છે મારી જીવનકથા. મૂળ અંગ્રેજીમાંથી એનો ગુજરાતી અનુવાદ કર્યો છે મહાદેવ દેસાઇએ,બીજું પુસ્તક છે ‘મારું હિંદનું દર્શન’, જેમાં પંડિતજીએ યુગયુગાન્તરોમાં હિંદનું જે ભવ્ય દર્શન કર્યું છે તેનું બહુ રોચક નિરુપણ છે. એના અનુવાદક છે મણિભાઇ બ. દેસાઇ
|