Shrimad Devi Bhagwat (Part 1 & 2)
શ્રીમદ્દ દેવી ભાગવત (ભાગ 1 અને 2 )
વેદ વ્યાસ
ભારતીય અધ્યાત્મ શાસ્ત્રમાં અનેક સ્વરૂપ અને આકારનાં અનેક દેવી-દેવતાઓનું વર્ણન છે. તેની જુદી જુદી પૂજા વિધિ, સ્વભાવ અને કાર્યોની સિદ્ધિ પણ બનાવવામાં આવેલ છે. તે બાબતમાં એ જાણી લેવું જરૂરી છે કે તે બધાં એકગી અને અપૂર્ણ છે. શરીરમાં અનેક અવયવ હોય છે, તેનાં સ્વરૂપ અને કાર્ય-વિધિ પણ જુદી જુદી હોય છે, પણ તે ખરી રીતે એક જ શરીરની અંદર જ તે. તે બધા ઉપરનો કાબુ એક જ મગજ જ કરે છે એક હ્રદય જ તે બધાનું પોષણ કરે છે. એમનો જોવાથી તે બધાંની સ્વતંત્ર સત્તા જણાય છે, પણ ખરી રીતે તેનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. આખા શરીરમાં સ્વસ્થ, બિમાર, સશક્ત-અશક્ત, જીવિત કે મૃત્યુ થવાથી શરીરનાં તે બધાં અંગોની પણ એ જ સ્થિતિ થાય છે. તેવી જ રીતે બધા દેવતા એક જ મહત્વની અંદર આવેલાં છે.
પરબ્રહ્મની એકેક શક્તિને એકેક દેવતાનું નામ આપવામાં આવેલ છે. જે રીતે જીભમાં વાણી આખોમાં દ્રષ્ટિ, મસ્તકમાં બુદ્ધિ હાથમાં બળ, પગમાં ચાલવાની શક્તિ હોય છે તેવી જ રીતે પરબ્રહ્મની અનેક શક્તિઓને જુદાં જુદાં દેવી દેવતાઓનું નામ આપવામાં આવે છે. એમનો શરીરને અશક્ત બનાવવા માટે તે જુદાં અંગોને પણ તેલ-માલીસ વગેરેની અનેક ક્રીયાઓ થઈ શકે છે, પણ વાસ્તવિકતા સમજનાર શરીરની મુખ્ય જીવન શક્તિ, પાચન ક્રિયા, લોહી શુદ્ધિ વગેરે પર જ ધ્યાન આપે છે કેમ કે મૂળને પાણી પાવાથી જ આખું ઝાડ, ડાળી, પાંદડાં આપ મેળે જ લીલા રહી શકે છે.
દેવતાઓનું જુદું જુદું પૂજન પણ ઉપયોગી છે તેમાં નુકશાની કંઈ જ નથી, પણ દૂરદર્શી મૂળને પાણી પાવાની જેમ પરબ્રહ્મની મૂળ શક્તિ પર ધ્યાન આપે છે અને જુદા દેખાનાર બધા અંગોને સશક્ત અને હ્રુષ્ટપુષ્ટ બનાવીને તેનો મળનારો લાભ મેળવતાં રહે છે.
ગાયત્રી પરબ્રહ્મની મૂળભૂત અને અતૂટ શક્તિ છે. બ્રહ્મ તત્વમાં ગતિશીલતા તેની બ્રાહ્મી શક્તિ ગાયત્રી જ ઉત્પન્ન કરે છે, તેનાથી જ બીજા બધા અંશ અવયવોને દેવતાઓને પોષણ મળે છે. તેથી તત્વદર્શી જ્યાં ત્યાં ભટકવાને બદલે એક મુખ્ય આધારનું જ શરણ લ્યે છે, અને જે જ્યાં ત્યાં ભટકવાથી મળે છે તે તેને એક જ જગ્યાએથી મળી જાય છે. એક બીજાં દેવી દેવતાઓની પૂજન અર્ચનથી જે કંઈ લાભ મળી શકે છે. તેનાં કરતાં અનેક ગણાં લોભ તેની મૂળશક્તિ ગાયત્રીની ઉપાસનાથી મળે છે ગાયત્રી મૂળ છે. દેવ શક્તિ ઓ તેની શાખા ઉપશાખાઓ છે. તે શક્તિઓ પણ પોતાની ગતિ-વિધિ ટકાવી રાખવા અને સાધકને યોગ્ય વરદાન આપવા માટે પોતાનું મૂળ કેન્દ્ર ગાયત્રી થી જ સામર્થ્ય પ્રાપ્ત કરે છે.
આ તથ્યને પુરાણો તથા સાધના શાસ્ત્રોમાં એ રીતે વર્ણન કરવામાં આવેલ છે કે બધા દેવતા ગાયત્રીનીજ ઉપાસના અને સ્તુતિ કરે છે અને તે મહાભંડાર પાસેથી જે કંઈ મળે છે, તે પોતાના ક્ષેત્રમાં વહેંચતા રહે છે.
|