લલિતા સહસ્ત્રનામ
રાજેશ વ્યાસ 'મિસ્કીન'
શ્રીમદ ભાસ્કરાય પ્રણિત
સૌભાગ્ય ભાસ્કર ભાષ્ય આધારિત
બ્રહ્માંડપુરાણ ઉત્તરભાગ અંતર્ગત લલિતા સહસ્ત્રનામ
ગુજરાતી ભાષામાં લલિતાસહસ્ત્ર ઉપરનું આ કામ અતિ દુર્લભ છે. ભાસ્કરાય સિવાયના ઉપાસકો લલિતાસહસ્ત્રની અનુભૂતિ થયા
બાદ મૌન થઇ ગયા છે.પરિણામે લલિતાસહસ્ત્ર ઉપર ઓછું લખાયું છે આ લલિતાતત્વ શું છે કે જેના ઉપર આ સહસ્ત્રનામ રચાયાં છે
માત્ર પરશિવ જ આ શક્તિને સંપૂર્ણ જાણે છે . ભગવાન વિષ્ણુ ૧/૪ જેટલું , બ્રહ્માં ૧/૧૬ જેટલું અને ભગવાન વ્યાસ બ્રહ્માના જ્ઞાનનું
થોડુક જાણે છે. તો સામાન્ય માણસની તો શી વાત કરવી !